Home તાજા સમાચાર gujrati પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આપેલા નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો – ન્યૂઝ અપડેટ

પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આપેલા નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન અમેરિકા ચીન ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી શી જિનપિંગ કાશ્મીર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

એક કલાક પહેલા

જમ્મુ-કાશ્મીરના કટરામાં વંદે ભારત ઍક્સપ્રેસના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું, જેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે આપેલા નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનોને ‘ભ્રામક’ ગણાવ્યાં છે.

અગાઉ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટરા અને શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે “પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના માનવતા અને કાશ્મીરિયત પર એક મોટો હુમલો છે અને તેનો હેતુ ભારતમાં રમખાણો ભડકાવવાનો હતો.”

“આ પ્રકારનાં નિવેદનો વિદેશી કબજાના ક્ષેત્રમાં થઈ રહેલા ગંભીર અને સતત માનવ અધિકાર ઉલ્લંઘનો તરફથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન હઠાવવા માટે જાણી જોઈને કરવામાં આવેલા પ્રયાસ છે.”

પાકિસ્તાને એ વાત પર પણ નારાજગી દર્શાવી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પહલગામ હુમલાને લઈને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે, પરંતુ તેના માટે કોઈ નક્કર પુરાવા નથી આપ્યા.

પાકિસ્તાને ફરી એક વખત કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિવાદિત મુદ્દો માનવામાં આવ્યો છે, જેનું ભવિષ્ય સંયુક્ત રાષ્ટ્ર સિક્યૉરિટી કાઉન્સિલના પ્રસ્તાવ અને કાશ્મીરની જનતાની ઇચ્છા પ્રમાણે નક્કી કરવામાં આવશે.

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતીની બેઠક ક્યારે થશે, ટ્રમ્પે માહિતી આપી

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન અમેરિકા ચીન ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી શી જિનપિંગ કાશ્મીર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ચીન વચ્ચેની વ્યાપાર સમજૂતી અંગે બેઠક ક્યારે યોજાશે તેની માહિતી આપી હતી.

આ બેઠકની માહિતી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે.

શનિવારે તેમણે ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું કે “મને જણાવતા આનંદ થાય છે કે અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટ, વાણિજ્યમંત્રી હૉવર્ડ લુટનિક અને વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર 9 જૂન, સોમવારે લંડનમાં ચીનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. આ બેઠક વ્યાપાર સમજૂતીને લઈને હશે.”

આ બેઠકની જાહેરાત કરતા અગાઉ શુક્રવારે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વ્યાપાર વિશે ફોન પર વાતચીત થઈ હતી.

આ ફોન કૉલ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ચીનના પ્રવાસે જવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે શી જિનપિંગને પણ અમેરિકા આવવા આમંત્રણ પાઠવ્યું છે.

હાલમાં બંને દેશ એકબીજા સામે વ્યાપાર સંધિનો ભંગ કરવાનો આરોપ લગાવે છે. આ સમજૂતીનો હેતુ બંને દેશો વચ્ચેના ટેરિફને ઘટાડવાનો છે.

ફેબ્રુઆરી 2025માં ટ્રમ્પે કેટલાય દેશો પર ટેરિફ લગાવ્યા હતા, પરંતુ સૌથી વધુ ટેરિફ ચીનના માલ પર લગાવવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS