Home તાજા સમાચાર gujrati પહલગામ હુમલો: ‘અમને લાગ્યું કે મજાક ચાલી રહી છે, ત્યારે જ તેણે...

પહલગામ હુમલો: ‘અમને લાગ્યું કે મજાક ચાલી રહી છે, ત્યારે જ તેણે ગોળી મારી’

3
0

Source : BBC NEWS

પહલગામ હુમલો: ‘અમને લાગ્યું કે મજાક ચાલી રહી છે, ત્યારે જ તેણે ગોળી મારી’

2 કલાક પહેલા

ગયા અઠવાડિયે જ, ઐશાન્યાના પતિની તેની નજર સામે હત્યા કરવામાં આવી. આજે પણ તેઓ ઘટનાને યાદ કરીને રડે છે.

ઐશાન્યા પહલગામ હુમલામાં માર્યા ગયેલા 31 વર્ષીય શુભમ દ્વિવેદીનાં પત્ની છે. આખા પરિવારની પરિસ્થિતિ ઐશાન્યા જેવી જ છે. તેમણે આ ઘરનો એકમાત્ર દીકરો ગુમાવ્યો છે.

બીબીસી સાથે વાત કરતી વખતે, 29 વર્ષીય ઐશાન્યા દ્વિવેદીએ સરકાર પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું, “આપણા દેશ, આપણી સરકારે અમને તે જગ્યાએ (પહલગામ) અનાથ છોડી દીધાં હતાં. જે લોકોના ભરોસે અમે ત્યાં ફરતા હતા તેઓ તે સમયે ત્યાં હાજર નહોતા.”

ઐશાન્યાએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની પળેપળની વાત બીબીસી સાથેના આ ઇન્ટરવ્યૂમાં કરી હતી.

વધુ જુઓ વીડિયોમાં…

પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી
ઐશાન્યા પહલગામ હુમલામાં માર્યા ગયેલા 31 વર્ષીય શુભમ દ્વિવેદીનાં પત્ની છે. આખા પરિવારની પરિસ્થિતિ ઐશાન્યા જેવી જ છે. તેમણે આ ઘરનો એકમાત્ર દીકરો ગુમાવ્યો છે.

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS