Source : BBC NEWS
ટી20 વર્લ્ડકપની ફાઇનલ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટૅડિયમની બહાર ફેરિયાઓ શું કહે છે?
એક કલાક પહેલા
રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ મૅચ રમાશે.
આ મૅચ માટે સાંજે સાડા છ વાગ્યે ટૉસ થશે અને સાત વાગ્યાથી મૅચ શરૂ થશે. જોકે, મૅચ માટે સ્થાનિકોમાં અત્યારથી જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
આજુબાજુનાં શહેરો અને રાજ્યોમાંથી ભારતીય દર્શકો અહીં ઊમટી રહ્યા છે. સાથે જ કેટલાક ઇન્ટરનૅશનલ દર્શક આવ્યા છે.
સ્ટેડિયમની અંદર અને બહાર પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને છેલ્લી ઘડીનું ‘ટચ-અપ’ ચાલી રહ્યું છે.
એવામાં બીબીસી ગુજરાતીની ટીમે સ્ટેડિયમની બહાર ફેરિયાઓ સાથે વાત કરી હતી અને રવિવારની મૅચની તેમના ધંધા ઉપર શું અને કેવી અસર પડશે, તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



