Home તાજા સમાચાર gujrati ટિક-ટૉકને અમેરિકામાં મળી 75 દિવસની મુદત – ન્યૂઝ અપડેટ

ટિક-ટૉકને અમેરિકામાં મળી 75 દિવસની મુદત – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

અમેરિકા, ચીન, ટિકટોક, ટિક ટૉક, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સમાચાર, ગુજરાત સમાચાર, ન્યૂઝ અપડેટ, ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

5 એપ્રિલ 2025, 07:30 IST

અપડેટેડ એક કલાક પહેલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સોશિયલ મીડિયા ઍપ ટિક-ટૉકને વેચવાની સમય અવધી ફરી વધારી દીધી છે. હવે આ વીડિયો શૅરિંગ ઍપને વેચાયા વગર અમેરિકામાં રહેવા માટે વધુ 75 દિવસની મુદત મળી છે.

અમેરિકામાં સેવા બનાવી રાખવા આ ઍપને વેચવી જરૂરી છે કે પછી તેને અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ આ ઍપને બંધ નહોતા કરવા માગતા. તેઓએ આ પહેલાં કહ્યું હતું કે જો ટિક-ટૉકના વેચવા પર સમજૂતી થાય છે તો તેઓ ચીની આયાત પર લાગી રહેલા ટેરિફમાં કેટલીક છૂટ આપી શકે છે.

અમેરિકનોમાં આ ઍપના પર પ્રતિબંધ સામે વિરોધ છે. સમાચાર એજન્સી રૉયટર્સની ખબર પ્રમાણે ટ્રમ્પના ટેરિફના ઍલાન બાત ચીને સંકેત આપ્યો છે કે તે અમેરિકામાં ટિક-ટૉકને વેચવાની મંજૂરી નહીં આપે.

અમેરિકાની સેનેટમાં વિપક્ષી ડેમૉક્રેટિક પાર્ટીના નેતા ચુક સ્કમરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ માત્ર ટેરિફના મુદ્દે ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે.

આલોચક ટિક-ટૉક પર ડેટા જમા કરવાનો આરોપ લગાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડરમાં આરોપ લગાવ્યો હતો, “સંભવત: ચીન સરકારી કર્મચારીઓ અને કૉન્ટ્રાક્ટરોના લૉકેશન ટ્રેક કરવા અને તેમની માહિતી મેળવવા આ ડેટા કલેક્શનનો ઉપયોગ કરી શકે છે.”

પીએમ મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે

પીએમ મોદી, શ્રીલંકા, ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર, ગુજરાત, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @narendramodi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલૅન્ડ બાદ શુક્રવારે સાંજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી ગયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં કોલંબો પહોંચ્યાની તસવીરો શૅર કરી છે.

કોલંબો પહોંચવા પર ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું.

વડા પ્રધાન મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે.

આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઘણા મુદ્દે મહત્ત્વની સમજૂતીઓ થઈ શકે છે.

આ પહેલાં પીએમ મોદી થાઇલૅન્ડની બિમસ્ટેકની બેઠકમાં સામેલ થયા અને તેમની મુલાકાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસ સાથે થઈ.

યુક્રેને કહ્યું- ઝેલેન્સ્કીના વતનમાં રશિયાના મિસાઇલ હુમલામાં બાળકો સહીત 18 લોકોનાં મૃત્યુ

યુક્રેન, રશિયા, અમેરિકા, યુદ્ધ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ukrainian presidency

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે સેન્ટ્રલ યુક્રેનના શહેર ક્રીયવી રિહમાં થયેલા રશિયાની મિસાઇલના એક હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

જે શહેર પર આ હુમલો થયો છે તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું શહેર છે.

ઝેલેન્સ્કીનું જણાવવું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકો પણ સામેલ છે.

કેટલાક કલાકો પહેલા ઝેલેન્સ્કીએ ઍક્સ પર લખ્યું, “આ હુમલામાં 19 લોકોનાં મૃત્યુ થયાં જે પૈકી 6 બાળકો પણ હતાં.”

જોકે, આ મૃતકાંક વધીને હવે 18 થયો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે યુક્રેની સેનાના કમાન્ડરો અને પશ્ચિમી દેશોના ઇન્સ્ટ્રક્ટર્સ એક રેસ્ટોરાંમાં બેઠક કરી રહ્યા હતા તેમને નિશાન બનાવીને એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 85 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે, રશિયાએ આ દાવાનું કોઈ પ્રમાણ આપ્યું નહોતું. ત્યાં યુક્રેનની સેનાનું કહેવું છે કે રશિયા તેના યુદ્ધ અપરાધ છુપાવવા માટે ખોટી ખબરો ફેલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS