Home તાજા સમાચાર gujrati ઘરેઘરે કચરો વીણ્યો અને દસમું પાસ કરીને સપનું પૂર્ણ કરનાર પ્રિયંકાની કહાણી

ઘરેઘરે કચરો વીણ્યો અને દસમું પાસ કરીને સપનું પૂર્ણ કરનાર પ્રિયંકાની કહાણી

2
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઘરેઘરે કચરો વીણ્યો અને દસમું પાસ કરીને સપનું પૂર્ણ કરનાર પ્રિયંકાની કહાણી

2 કલાક પહેલા

28 વર્ષીય પ્રિયંકા કચરો વીણવાનું કામ કરે છે. તેમનાં માતા, દાદી અને દાદા પણ આ જ કામ કરતાં હતાં.

ચોથા ધોરણ પછી તેઓ શાળાએ નહોતાં જતાં.

લગ્ન પછી પ્રિયંકા થોડાં વર્ષ સોલાપુરમાં રહ્યાં પછી જ્યારે પુણે પાછાં ફર્યાં ત્યારે લોકોના ઘરે કામ કરતાં હતાં. પછી તેમણે કચરો વીણવાનું કામ શરૂ કર્યું હતું.

જોકે, અભ્યાસ કરવાનું અધૂરું રહી ગયેલું સપનું હંમેશાં તેમની સાથે રહ્યું. તેઓ હંમેશાંથી અભ્યાસ પૂરો કરવા માગતાં હતાં.

હવે તેમનું એ સ્વપ્ન સાકાર થયું છે. તેઓ દસમા ધોરણની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યાં છે.

પરંતુ આ કામ તેમના માટે સહેલું નહોતું. જુઓ કેવા અને કયા પડકારોનો સામનો કરીને તેમણે પોતાનું આ સ્વપ્ન સાકાર કર્યું, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, દસમું ધોરણ, દસમા ધોરણની બોર્ડની પરીક્ષા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS