Home તાજા સમાચાર gujrati ગુજરાત બજેટ 2026 : ગાંધીનગર-કલોલને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે, જાણો તમામ મહત્ત્વની...

ગુજરાત બજેટ 2026 : ગાંધીનગર-કલોલને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે, જાણો તમામ મહત્ત્વની જાહેરાત

17
0

Source : BBC NEWS

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

18 ફેબ્રુઆરી 2026, 16:29 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 6 મિનિટ

બુધવારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારનું સળંગ પાંચમું બજેટ રજૂ કર્યું હતું.

બજેટ ભાષણમાં તેમણે ચાલુ વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તથા ‘સોમનાથ સ્વાભિમાન’ તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી.

બજેટનું કુલ કદ રૂ. ચાર લાખ આઠ હજાર 53 કરોડ રહ્યું હતું, જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 37 હજાર 803 કરોડ જેટલું વધારે છે. નાણાકીય વર્ષ માટે રૂ. 25 હજાર 587 કરોડની મહેસૂલી પુરાંત રહેશે.

અપેક્ષા મુજબ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે શહેરી વિસ્તારની સગવડ વધારવા તથા ગ્રામ્યક્ષેત્ર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ-સાણંદ, ગાંધીનગર-કલોલ, સુરત-બારડોલી, વડોદરા-સાવલી તથા રાજકોટ હીરાસરને ટ્વિન સિટી તરીકે વિકસાવવી આ સ્થળોની વચ્ચે રૅપિડ રૅલ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ માગ કરી હતી કે ‘પ્રજાના પરસેવાના ટૅક્સના પૈસાથી રાજ્ય સરકારનું બજેટ છે, ત્યારે પ્રજા માટે બજેટ હોવું જોઈએ. પોતાના માનીતા ઉદ્યોગપતિઓ, કૉન્ટ્રાક્ટરો કે પોતાની વાહવાહી માટે બજેટ ન હોવું જોઈએ. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ તથા તમામ પદો ઉપર કાયમી ભરતી થવી જોઈએ.’

દેસાઈના કહેવા પ્રમાણે, આ બજેટમાં GYAN ગરીબ, યુવા, અન્નદાતા (ખેડૂતો) તથા નારીશક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આ બજેટમાં સમાજના અલગ-અલગ વર્ગને શું મળ્યું છે…

ગુજરાતના આ બજેટમાં યુવાનોને શું મળ્યું?

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/bbc

  • ગુજરાતની 36 ટકા વસતિ યુવા છે. 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃદ્ધિ માટે રૂ. પાંચ હજાર 967 કરોડની જોગવાઈ.
  • વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને વાર્ષિક ચાર ટકાના દરે રૂ. 15 લાખ સુધીની લોન
  • સ્ટાર્ટ-અપ માટે અમદાવાદ ખાતે i-Hub કાર્યરત્ છે. હવે, રાજકોટ, વડોદરા, સુરત અને મહેસાણા ખાતે રિજનલ i-Hub સ્થાપવામાં આવશે. આના માટે રૂ. 80 કરોડની જોગવાઈ.
  • ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રૅરીની સ્થાપના કરવામાં આવશે. આના માટે રૂ. 100 કરોડની ફાળવણી
  • વિકલાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપૉર્ટ તથા ઍસ્કૉર્ટ ઍલાઉન્સ આપવામાં આવશે.
  • જરૂરિયાત મુજબ માનવસંસાધન મળી રહે તે માટે તાલીમ આપવા રૂ. 226 કરોડની જોગવાઈ
  • એક લાખ ઍપ્રેન્ટિસ કૌશલ્ય મેળવે છે, જેમને માસિક રૂ. ત્રણ હજારની સહાય મળે છે. આના માટે રૂ. 80 કરોડની જોગવાઈ
  • અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજ માટે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે રૂ. 51 કરોડની જોગવાઈ
  • ગુજરાતને છ ઝોનમાં વિભાજિત કરીને ઉદ્યોગ અને રોજગારની તકોના સર્જન માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈ
  • વિક્સિત ગુજરાત ફંડ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી. જેની મદદથી વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. કુલ ફંડને રૂ. 50 હજાર કરોડ સુધી લઈ જવાની યોજના
  • અમદાવાદ સ્પૉર્ટ્સ ઍન્ક્લેવ માટે રૂ. 500 કરોડ, ગાંધીનગર-અમદાવાદમાં રમતગમતની સુવિધાઓ માટે રૂ. 101 કરોડની જોગવાઈ, કરાઈ ખાતે ઑલિમ્પિક કક્ષાના માળખાકીય સુવિધા માટે રૂ. 100 કરોડ, ગાંધીનગર ખાતે પૅરા હાઇ પર્ફૉર્મન્સ સેન્ટર માટે રૂ. 100 કરોડની તથા અલગ-અલગ જિલ્લામાં ખેલ માળખા માટે રૂ. 165 કરોડી જોગવાઈ
  • દરેક મહાનગરપાલિકામાં સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ તથા ફ્લાયઓવરની નીચે સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રૂ. 150 કરોડની જોગવાઈ

ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતો માટેની જોગવાઈ

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન-ગ્રામીણ (વીબી-જી રામ જી) હેઠળ 125 દિવસનો રોજગાર મળશે. આ માટે રૂ. એક હજાર 500 કરોડનું આયોજન
  • ખાતેદાર ખેડૂતોના અકસ્માતે મૃત્યુ તથા કાયમી વિકલાંગતા માટે રૂ. ચાર લાખનું વીમાકવચ, રૂ. 146 કરોડની ફાળવણી
  • ખેડૂતોને વીજસહાય માટે રૂ. નવ હજાર 324 કરોડની ફાળવણી
  • દરિયાના પાણીને વહી જતું અટકાવવા વિયર અને ડૅમના નિર્માણ માટે રૂ. 896 કરોડની ફાળવણી
  • ભાડભૂત બૅરેજ માટે રૂ. એક હજાર 700 તથા નર્મદા યોજના માટે રૂ. ત્રણ હજાર 317 કરોડનું આયોજન
  • સોમનાથ-દ્વારકા ઍક્સપ્રેસ-વે માટે રૂ. ત્રણ હજાર કરોડની યોજના
  • કડાણા ડૅમ ખાતે રૂ. 150 કરોડના ખર્ચે ફ્લૉટિંગ સોલાર પાવર યોજના
  • બ્લૂ ઇકૉનૉમી માટે રૂ. એક હજાર 340 કરોડની ફાળવણી
  • ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ માટે રૂ. 500 કરોડની જોગવાઈ
  • ગુજરાતના ચાર ઝોનમાં રૂ. 112 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના થશે
  • પૂર તથા કમોસમી વરસાદથી પીડિત 33 લાખ ખેડૂતોને રૂ. 11 હજાર કરોડનું કૃષિ રાહત પૅકેજ ફાળવવામાં આવ્યું
  • ખેડૂતો યાંત્રીકરણ માટેનાં સાધનો ખરીદી શકે તે માટે રૂ. એક હજાર 556 કરોડની ફાળવણી
  • ‘પર ડ્રૉપ, મૉર ક્રૉપ’ યોજના હેઠળ રાજ્યની 25 લાખ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી
  • નર્મદા નદીનું પાણી દરિયામાં વહી ન જાય તથા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેનો ઉપયોગ થઈ શકે તે માટે ‘સુજલામ્ સુફલામ્’ પાણીની પાઇપલાઇન માટે રૂ. એક હજાર 237 કરોડની, ‘સૌની’ યોજના માટે રૂ. 473 કરોડ, અને કચ્છની યોજના માટે રૂ. એક હજાર 33 કરોડ એમ કુલ રૂ. ત્રણ હજાર 43 કરોડની જોગવાઈ
  • ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર નીકળી શકશે?
  • સુરત : ‘અમેરિકા વધુ 500 ટકા ટેરિફ ઝીંકશે તો ટૅક્સટાઇલ નિકાસની કમર ભાંગી જશે’

શહેરી વિસ્તાર માટે ફાળવણી

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી

ગુજરાતની 48 ટકા વસતિ શહેરી વિસ્તારમાં રહે છે. શહેરી વિસ્તારોમાં વિકાસયોજનાઓ માટે રૂ. 16 હજાર 116 કરોડની ફાળવણી કરાઈ છે.

સાણંદ (અમદાવાદ), કલોલ (ગાંધીનગર), સાવલી (વડોદરા), બારડોલી (સુરત) અને રાજકોટ (હીરાસર)ને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે તથા તેને રૅપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમથી જોડવામાં આવશે.

  • અમદાવાદ અને સુરતમાં મેટ્રો સેવા તથા વિસ્તરણ સહિત ગુજરાતના મેટ્રો પ્રોજેક્ટો માટે રૂ. બે હજાર 217 કરોડની ફાળવણી
  • ભાવનગર, રાજકોટ, જામનગર તથા જૂનાગઢ ખાતે મીટિંગ અને કૉન્ફરન્સ માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • એસજી હાઈવેને ગ્રીન શહેરી હાઈવે તરીકે વિકસાવવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • 32 સ્થાનિક સંસ્થાના વિસ્તારોમાં પાણીની સુવિધા વધારવા માટે રૂ. 100 કરોડની યોજના
  • અંબાજી કૉરિડૉર માસ્ટર પ્લાન માટે રૂ. 300 કરોડની ફાળવણી
  • શ્રમિકો માટે વધુ 121 અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે. જ્યાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક આહાર મળશે. આ સિવાય 50 નવા આરોગ્યરથ શરૂ કરવામાં આવશે.
  • સોમનાથ તથા અંબાજી ખાતે આઇકૉનિક બસસ્ટેશન ઊભા કરવામાં આવશે. આ સિવાયની સુવિધાઓ માટે રૂ. 447 કરોડની જોગવાઈ
  • સોમનાથ અને શિવરાજપુર બીચ ઉપરાંત પોરબંદરના વીસવાડા બીચના વિકાસ માટે રૂ. 60 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં ઓવરહેડ વીજલાઇનોને અંડગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવા રૂ. 500 કરોડની જોગવાઈ
  • ધોલેરા ખાતે ઍરપૉર્ટ, વીજળી, માર્ગ તથા અન્ય વ્યવસ્થા માટે રૂ. 610 કરોડની જોગવાઈ
  • અલગ-અલગ આવાસ યોજનાઓ હેઠળ રૂ. ચાર લાખ 272 કરોડના ખર્ચથી ત્રણ લાખ 15 હજાર જેટલા આવાસ પૂરા પાડવામાં આવશે

મહિલાઓ માટે આ બજેટમાં શું જોગવાઈ કરાઈ?

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • ધો. નવથી ધો. 12માં વિદ્યાર્થિનીઓનો પ્રવેશ વધે તે માટેની ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ એક હજાર 250 કરોડની જોગવાઈ
  • ITIમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ની જાહેરાત
  • વિધવાઓને ડાયરેક્ટ બૅનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ રૂ. બે હજાર 848 કરોડની જોગવાઈ
  • ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફૉર્મેશનની જાહેરાત. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનૉવેશન, ઇન્ડિવિડ્યુઅલ અને ઇનોવેશન એમ ચાર આયામ પર આધારિત લાંબાગાળાનું પરિણામલક્ષી આયોજન કરશે
  • દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટની સ્થાપના. આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઇડીસીની સ્થાપના
  • આદિજાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સ્નાતકોત્તર અભ્યાસ કરી શકે તે માટે યુવાનોને રૂ. અઢી લાખથી ઓછી આવક હોય, તો શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જે મર્યાદા વધારીને રૂ. છ લાખ કરવામાં આવી છે. જ્યારે છોકરીઓ માટે કોઈ મર્યાદા નહીં રહે

ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની ફાળવણી

ગુજરાત સરકારનું બજેટ 2026 , સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, બીબીસી ગુજરાતી
  • રાજ્ય સરકારના છ લાખ 10 હજાર કર્મચારી તથા પેન્શનરોને રૂ. 10 લાખ સુધી PMJAYના ધોરણે કૅશલેશ તબીબી સારવાર
  • ધોલેરાને પાણી મળી રહે તે માટે 100 એમએલડીના નૅટવર્ક માટે રૂ. 650 કરોડના કામો થશે.
  • ગુજરાતમાં ભૂગર્ભ કૉપર-લૅડ અને ઝિંક ખાણ માટે રૂ. 613 કરોડની જોગવાઈ
  • લિગ્નાઇટ કૉલ ગૅસિફિકેશન માટે રૂ. 300 કરોડની ફાળવણી
  • 25 જીઆઇડીસીને સ્માર્ટ બનાવવામાં આવશે, જ્યારે 125 નવી મિનિ જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવશે. વીજળી, પાણી, ગૅસ તથા ડિજિટલ માળખાના વિકાસ માટે રૂ. એક હજાર 250 કરોડની જોગવાઈ.
  • ટૅક્સ્ટાઇલ પૉલિસી હેઠળ રૂ. 67 હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા બે લાખથી વધુ રોજગારનું સર્જન થયું છે.
  • રાજ્યમાં 53 હજાર આંગણવાડી કાર્યરત્. વધુ બે હજાર આંગણવાડીનાં નિર્માણ માટે રૂ. 360 કરડોની જોગવાઈ. તેમને ડિજિટાઇઝ કરવામાં આવશે તથા ભૌતિક સુવિધાઓ વધારવામાં આવશે.
  • ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓ માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ (અમદાવાદ) ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આઇવીએફ સુવિધા આપવામાં આવશે

અન્ય મહત્ત્વપૂર્ણ જાહેરાતો અને બાબતો

  • દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતીઓની વાર્ષિક માથાદીઠ આવક રૂ. ત્રણ લાખ એક હજાર છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60 ટકા વધુ છે
  • દેશના માલસામાનની નિકાસમાં ગુજરાતનો ફાળો 26 ટકા. આને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્ટેટ પ્રમૉશન કાઉન્સિલની સ્થાપના
  • દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 19 ટકા. આ ક્ષેત્રને સહાય માટે રૂ. એક હજાર 775 કરોડની જોગવાઈ
  • “પ્રધાનમંત્રી જન આરોગ્ય તથા મા યોજના” હેઠળ બે કરોડ 72 લાખ લોકોને આરોગ્ય વીમો મળે છે. 68 લાખ લોકોએ કૅશલેસ સેવાનો લાભ લીધો. આ યોજના માટે રૂ. ત્રણ હજાર 472 કરોડની ફાળવણી
  • ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ હેઠળ ભારત સરકાર દ્વારા 90 ઉત્પાદનોને પસંદ કરવામાં આવશે. આ ઉત્પાદનોના વેચાણ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડવામાં આવશે.
  • 75 લાખ એફએસએ કાર્ડધારકોને અન્ન સુરક્ષા માટે રૂ. 842 કરોડની જોગવાઈ
  • કચ્છ ઉપરાંત અન્ય વન્ય વિસ્તારોમાંથી ગાંડા બાવળને દૂર કરીને વાંસનું વાવેતર કરવામાં આવશે
  • ગુજરાતને ડૅસ્ટિનેશન વેડિંગ માટે વિકસાવવા માટે ‘વૅડ ઇન ગુજરાત’ કૅમ્પેઇન હાથ ધરવામાં આવશે
  • બે હજાર 463 નવી બસો ખરીદવામાં આવશે. જેમાં 500 ઇલેક્ટ્રૉનિક એસી બસ હશે.
  • ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટૅક હેઠળ નાગરિકોને સરકારી સેવાઓ એક જ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર મળશે. આના માટે રૂ. 100 કરોડનું આયોજન
  • ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપદાઓની અસર ઘટાડવા રૂ. એક હજાર 855 કરોડનું સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ
  • ગુજરાત : ‘ઑનલાઇન હાજરી પૂરવા નેટવર્ક શોધવા ઝાડ પર ચઢવું પડતું’ – મનરેગાનાં શ્રમિકોની વ્યથા
  • ભારતમાં એક ટકા લોકો પાસે 40 ટકા સંપત્તિ છે, 2014થી અત્યાર સુધી 10 વર્ષમાં શું થયું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS