Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ક્યારથી પલટાશે હવામાન, કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે?

ગુજરાતમાં ક્યારથી પલટાશે હવામાન, કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે?

10
0

Source : BBC NEWS

ગુજરાતમાં કમોસમી વરસાદ ગુજરાત હવામાન આગાહી,  વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી, માવઠું, કમોસમી વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તા. 16 માર્ચનું હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

16 માર્ચ 2026, 11:49 IST

અપડેટેડ 7 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ વધુ ગરમી પડી રહી હતી, પરંતુ હવે ઉનાળામાં ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે.

હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. પરંતુ બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પણ તેની અસર થશે.

ગુજરાતમાં આવતી 18 તારીખથી તેના કારણે વરસાદ પડશે તેવી આગાહી છે. આ વરસાદથી શિયાળુ પાકને પણ નુકસાન થઈ શકે તેવી ભીતી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે?

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

18 માર્ચથી ગુજરાતના મોટા ભાગના જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 માર્ચ સુધી તેની અસર રહેશે અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

18 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

19 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

એ સિવાય 19 તારીખે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

20 તારીખથી વરસાદની અસર ઘટવા લાગશે, પરંતુ એ દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં સૂકું હવામાન રહેશે.

21મી માર્ચે પણ મોટા ભાગના વિસ્તારોમાં સૂકું હવામાન રહેશે પરંતુ કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે.

અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ

ઇમેજ સ્રોત, IMD

ઉનાળો હજુ શરૂ થયો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ બીજાં રાજ્યો માટે પણ કરવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાએ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે. તેમાં મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

ઉત્તરપશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો હિમાલયની નજીકના વિસ્તારોમાં બરફ પડવાની તથા વરસાદની આગાહી છે. 15થી 19 માર્ચ દરમિયાન હિમવર્ષા અને વરસાદ બંને વધશે. આ દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝડપી પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાની આગાહી છે.

ઉત્તર અને પશ્ચિમ ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને તેલંગાણા, કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને કિનારાવર્તી આંધ્ર પ્રદેશમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.

ગુજરાત, કોંકણ, ગોવા અને કેરળના દરિયાકિનારાના વિસ્તારોમાં હાલમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે. ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયે તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે મધ્ય ભારતમાં એક દિવસમાં તાપમાન આંશિક રીતે ઘટી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS