Home તાજા સમાચાર gujrati ગુજરાતના પાડોશી રાજ્યમાં થતી હાફુસ કેરી પર આ વર્ષે સંકટ

ગુજરાતના પાડોશી રાજ્યમાં થતી હાફુસ કેરી પર આ વર્ષે સંકટ

3
0

Source : BBC NEWS

ગુજરાતના પાડોશી રાજ્યમાં થતી હાફુસ કેરી પર આ વર્ષે સંકટ

6 એપ્રિલ 2026, 07:53 IST

અપડેટેડ 2 કલાક પહેલા

“હું સામાન્ય રીતે આ બગીચામાંથી 700થી 800 પેટી કેરીનો પાક લઉં છું. આ વર્ષે મને માત્ર 100 પેટી મળશે.”

આ કહેવું છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કોંકણમાં હાફુસ કેરી પકવતા ખેડૂતોનું. ખેડૂતોનો દાવો છે કે આ વર્ષે આંબા પર કેરી જ ઓછી આવી છે.

મહારાષ્ટ્રના કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં માર્ચના મધ્યમાં પહેલી કેરી દેખાય છે. પછીનો ઉનાળો સામાન્ય રીતે કેરીની મોસમ હોય છે.

પરંતુ આ સમયે આંબા પર બહુ ઓછી કેરીઓ દેખાય છે, જેના કારણે કોંકણની ખાસ હાપુસ કેરીના રસિકો આ વખતે તેનો સ્વાદ ચાખી શકશે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થાય છે.

દાપોલીમાં ડૉ. બાલાસાહેબ કોંકણ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે હાપુસ કેરીના ઉત્પાદનમાં 80 ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો વધુ વધવાની શક્યતા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જૂનાં વૃક્ષો અને ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી કેરીને અસર થઈ છે, પરંતુ આ વખતે ખરાબ હવામાને પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે.

આવી સ્થિતિ કેમ થઈ? જુઓ વીડિયો.

મહારાષ્ટ્ર, કેરીનું ઉત્પાદન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shardul Kadam/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS