Home તાજા સમાચાર gujrati ગાઝા પર ઇઝરાયલી હુમલામાં 11નાં મોત – ન્યૂઝ અપડેટ

ગાઝા પર ઇઝરાયલી હુમલામાં 11નાં મોત – ન્યૂઝ અપડેટ

9
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ક્રિકેટ ગાઝા ઇઝરાયલ ઇશાન કિશન

ઇમેજ સ્રોત, Getty Images

41 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

પેલેસ્ટાઇનના સિવિલ ડિફેન્સ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે.

રેડ ક્રોસે જણાવ્યું કે ઉત્તર ગાઝામાં એક કૅમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જ્યારે ગાઝાના દક્ષિણમાં એક હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં છે.

ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે હમાસ દ્વારા સીઝફાયરની શરતોનો ભંગ થવાથી તેના જવાબમાં આતંકી ઠેકાણાં પર હુમલા કરવામાં આવ્યા છે.

ઇઝરાયલ અને હમાસ – બંનેએ 10 ઑક્ટોબરે લાગુ થયેલી સીઝફાયર ડીલ પછી એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સંઘર્ષવિરામ લાગુ થયા પછી અત્યાર સુધીમાં લગભગ 600 લોકોનાં મોત થયાં છે.

ઈશાન કિશનના શાનદાર દેખાવ પર તેમના માતાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ક્રિકેટ ગાઝા ઇઝરાયલ ઇશાન કિશન

ઇમેજ સ્રોત, PTI

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતીય ઓપનર ઈશાન કિશનની શાનદાર બેટિંગની ચર્ચા રહી. ઈશાને માત્ર 40 બૉલમાં 77 રન બનાવ્યા હતા.

કોલંબોમાં રમાયેલા આ મૅચમાં જબjજસ્ત દેખાવના કારણે ઈશાન કિશનને પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ અપાયો છે.

ઈશાન કિશનનાં માતા સુચિત્રાસિંહે પોતાના પુત્રના આ દેખાવ પર ખુશી વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે “આખી ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. ભારતે જીત મેળવી તેનો આનંદ છે. બસ આ રીતે જ રમતા જાવ અને આગળ વધતા જાવ, આ જ મારા આશીર્વાદ છે.”

રિપોર્ટરોએ જ્યારે પૂછ્યું કે “ઈશાન કિશન સાથે ક્યારે વાત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું કે આજે (રવિવારે) જ વાત થઈ હતી, પરંતુ રમત વિશે કોઈ વાત નહોતી થઈ.”

આઇસીસી ટી20 વર્લ્ડકપના રવિવારે રમાયેલી મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું અને હવે સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

ભારત સામે હારવા છતાં પાકિસ્તાને આ રેકૉર્ડ બનાવ્યો

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન ક્રિકેટ ગાઝા ઇઝરાયલ ઇશાન કિશન

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાયેલી ટી20 વર્લ્ડકપના મૅચમાં પાકિસ્તાન હારી ગયું, છતાં એક રસપ્રદ રેકૉર્ડ બન્યો છે.

આઇસીસી ટી 20 વર્લ્ડકપની 27મી મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું છે. આ સાથે જ ભારત સુપર-8 રાઉન્ડમાં પહોંચી ગયું છે.

ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલી વખત પાકિસ્તાને છ સ્પિનરોનો ઉપયોગ કર્યો અને રેકૉર્ડ બનાવ્યો. અગાઉ કોઈ પણ ટીમે વર્લ્ડકપની એક જ મૅચમાં છ સ્પિનરો પાસે બૉલિંગ કરાવી નથી. પાકિસ્તાને આ મૅચમાં સ્પિનરો પાસે 18 ઓવર ફેંકાવી હતી.

પાકિસ્તાન આમ તો પોતાના ફાસ્ટ બૉલરો માટે જાણીતું છે, પરંતુ આ મૅચમાં માત્ર બે ઓવર ફાસ્ટ બોલરને આપવામાં આવી હતી. શાહીનશાહ આફ્રિદીએ બે ઓવર ફેંકી અને બંને બહુ મોંઘી સાબિત થઈ.

પાકિસ્તાન અગાઉ ઑક્ટોબર 2012માં ટી 20 વર્લ્ડકપ વખતે આ મેદાન પર જ ઑસ્ટ્રેલિયા સામે સ્પિનરો પાસે 18 ઓવર ફેંકાવી હતી. તે મૅચમાં પાકિસ્તાન જીતી ગયું હતું, પરંતુ આ વખતે એવું નથી થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS