Home તાજા સમાચાર gujrati કાજુ વેચીને આ આદિવાસીઓ એક કરોડ રૂપિયા કેવી રીતે કમાયા?

કાજુ વેચીને આ આદિવાસીઓ એક કરોડ રૂપિયા કેવી રીતે કમાયા?

5
0

Source : BBC NEWS

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

  • લેેખક, લક્કોજૂ શ્રીનિવાસ
  • પદ, બીબીસી માટે
  • 20 મે 2025, 16:19 IST

    અપડેટેડ 4 કલાક પહેલા

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ મંડલના દૂરસુદૂરના આદિવાસી ગામ રાચાપાનુકુમાં અનોખો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે. આ ઉજવણી ગામના આદિવાસીઓને થયેલી એક કરોડ રૂપિયાની કમાણીનો.

ઉત્સવમાં આખું ગામ ઊમટી પડ્યું છે. બધા જ આદિવાસીઓના ચહેરા પર ખુશીની ચમક છે. ઘરોને રંગવામાં આવી રહ્યાં છે, ભોજન પીરસાઈ રહ્યાં છે, આદિવાસી પારંપરિક ગીતો ગવાઈ રહ્યાં છે. કોઈ નવું ઘર બનાવી રહ્યા છે અને નિમંત્રણ મોકલી રહ્યા છે.

આ આદિવાસી ગામમાં હાસ્ય અને ખુશીઓ જોવા મળી રહ્યાં છે, જે બે વર્ષ પહેલાં નહોતાં. ભલે ને આખા વર્ષની મહેનતનો પાક શાહુકારને આપી દીધો હોત, તોપણ માથે કરજ રહ્યું હોત. પરંતુ, હવે પરિવર્તન આવ્યું છે કારણ કે આદિવાસીઓને એક કરોડ રૂપિયાની કમાણી થઈ છે એ પણ પોતાની જમીન પર ઊગેલા પાકને વેચીને.

ખેડૂતોને આવક કઈ રીતે મળે છે?

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ચાલો, પાછાં પગલે 10 મે 2023માં જઈએ—એ જાણવા માટે કે આ એક કરોડ રૂપિયાની ઉજવણી પાછળનું રહસ્ય શું છે?

10 મે 2023એ બીબીસી તેલુગુએ ઉજાગર કર્યું હતું કે, રાચાપાનુકુ, તાતીપાર્થી, પેડ્ડા ગરુવુ, રાયપાડુ, ગંગમપેટ અને અજયપુરમ ગામોમાં શાહુકારો દ્વારા ઊંચા વ્યાજદર વસૂલીને આદિવાસી કાજુ ખેડૂતોને પરેશાન કરવામાં આવતા હતા.

આ અહેવાલોને પ્રતિસાદ આપતાં અધિકારીઓએ આદિવાસીઓને તેમના કાજુના બગીચાના દસ્તાવેજો શાહુકારો પાસેથી પાછા અપાવી દીધા.

એક વર્ષ પછી, મે 2024માં કાજુ ખેડૂત ગંગામ્માએ આનંદ સાથે કહ્યું કે, જો તેઓ પોતાના બગીચામાં જાતે ખેતી કરે, તો તેઓ 50 હજાર રૂપિયા કમાય.

ગંગમ્માની જેમ જ, રાયપાડુ ગામમાં શાંતિ ચિન્નારી, એરૈયા, પોલમ્મા, રવિ અને બીજા ઘણા પરિવારોની પણ આવી જ સ્થિતિ છે. રાચાપાનુકુની સાથે જ બાકીનાં પાંચ ગામના બધા 110 આદિવાસી પરિવારોએ સાથે મળીને આ વર્ષે કાજુના કારોબારમાં એક કરોડ રૂપિયાની કમાણી કરી.

રાજુલમ્મા નામનાં આદિવાસી મહિલાએ બીબીસીને જણાવ્યું, “ચાર વર્ષ પહેલાં, મેં મારા બગીચામાં નીંદણ સાફ કરવા માટે એક શાહુકાર પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. મારા જ બગીચામાં હું મજૂર તરીકે કામ કરતી હતી અને શાહુકાર માટે કાજુ પકવતી હતી. જો હું બધો પાક આપી દઉં, તોપણ મારું દેવું ચૂકતે નહોતું થતું.”

“ત્યાર પછી, જ્યારે મને મારા દસ્તાવેજો પાછા મળ્યા, ત્યારે મેં બે વર્ષ સુધી મારી જાતે ખેતી કરી. આ વર્ષે મેં અઢી લાખ રૂપિયાનો પાક ઉતાર્યો છે.”

રામુલમ્મા, રાજુલમ્મા, ગંગમ્મા, રવિ અને અન્ય ઘણા આદિવાસી ખેડૂતોને ફાયદો થયો છે.

શાહુકાર પાસેથી દસ્તાવેજ મળ્યા પછી…

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

આદિવાસીઓના દેવાનો બોજ પ્રકાશમાં લાવવામાં આવ્યા પછી આદિવાસીઓના બે કરોડ રૂપિયાનાં દેવાં માફ કરવામાં આવ્યાં અને 110 એકર કાજુ અને કેરીના બગીચા આદિવાસીઓને પરત કરવામાં આવ્યા.

આ બગીચાઓમાં દરેક ખેડૂત ‘સહાયલ’ નામની પરંપરાગત પદ્ધતિથી માત્ર મજૂરી કરીને ખોરાક મેળવતા હતા, જેમાં કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.

ઉપરાંત, તેઓએ પોતાના સ્ટોરેજ ઊભા કર્યા અને પોતાનો પાક સીધો કાજુ પ્રોસેસિંગ કંપનીઓને વેચી દીધો.

2024માં, લગભગ 76 લાખ 50 હજાર રૂપિયાનું વેચાણ થયું હતું, જ્યારે 2025માં, લગભગ એક કરોડ રૂપિયાના કાજુ વેચાયા હતા. છેલ્લાં બે વર્ષથી માલના વેચાણ પછી તરત જ ગામના આદિવાસીઓને રોકડાં નાણાં મળી રહ્યાં છે.

‘ગંગમ્માનું ઘર બની ગયું’

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

બીબીસીએ રાચાપાનુકુ ગામમાં આવેલા ગંગમ્માના ઘરની મુલાકાત લીધી.

મે 2023માં જ્યારે બીબીસી ગામમાં ગયું, ત્યારે ગંગમ્માના ઘરમાં પ્લાસ્ટર, ટાઇલ્સ કે દરવાજા નહોતા. હવે ઘર સંપૂર્ણ તૈયાર, રંગાયેલું અને સુંદર છે.

બગીચો પાછો મળતાં, ગંગમ્માએ છેલ્લાં બે વર્ષમાં બગીચામાંથી કમાયેલા પૈસાથી ઘરનું બાંધકામ પૂર્ણ કર્યું અને વાસ્તુપૂજનવિધિ (14 મે, બુધવાર) પણ યોજી.

રિપોર્ટર: શું તમે પોતાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ કર્યું?

ગંગમ્મા: એ પૂરું થયું છે. ઘર બની ગયું છે.

રિપોર્ટર: શું હવે તમે ખુશ છો?

ગંગમ્મા: ખૂબ જ ખુશ. હું ટૂંક સમયમાં વાસ્તુપૂજન કરીશ. તમારે બધાએ પણ આવવું પડશે.

રિપોર્ટર: ચોક્કસ.

ગંગમ્મા: દેવાના લીધે બાળકોએ દસમા–બારમાનું ભણતર છોડી દીધું હતું. હવે હું તેમને ફરીથી મોકલીશ.

રિપોર્ટર: તે ઘણું સારું કામ છે.

ગંગમ્માએ ઘર બનાવ્યું છે, તો ગામના ગંગારાજુએ પોતાને ગમતું બુલેટ ખરીદ્યું છે. આદિવાસીઓ—જેઓ ક્યારેક શાહુકારોને વ્યાજ ચૂકવવા આખું વર્ષ સખત મહેનત કરતા હતા—હવે તેઓ ઇચ્છે તે ખરીદવા સક્ષમ છે.

હવે પૈસા દેખાઈ રહ્યા છે: આદિવાસીઓ

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

કાજુના ખેડૂત રામુલમ્માએ ચાલુ વર્ષે પોતાનો પાક 2 લાખ 15 હજાર રૂપિયામાં વેચી દીધો. તેમણે બીબીસીને કહ્યું, “ભલે મેં મારી કેટલીક મૂડી ગુમાવી, પણ બાકીની રકમ બચાવી લીધી.”

રામુલમ્માએ કહ્યું, “પહેલાં જ્યારે અમે ફેરિયાઓને અથાણાં વેચી દેતાં, ત્યારે અમને કશા પૈસા નહોતા મળતા. અમારી પાસે પૈસા બચ્યા હોત. હવે અમારી પાસે પૈસા આવી રહ્યા છે.”

રાજુલમ્માએ કહ્યું, “અમે બગીચાઓમાં ખૂબ મહેનત કરીએ છીએ. જો અમે ખેડૂતને પાક આપીએ તો, તે અમને કોઈ દિવસ એમ નહીં કહે કે તમારું દેવું ચૂકતે થયું છે. હવે, જો અમે તે જાતે કરીએ છીએ, તો છેલ્લાં બે વર્ષથી પૈસા સીધા અમારા હાથમાં આવે છે.” આ વર્ષે તેમણે 2 લાખ 50 હજાર રૂપિયાના કાજુ વેચ્યા છે.

રવિ નામના બીજા ખેડૂતે બીબીસીને જણાવ્યું કે, “અમે ટૂંક સમયમાં ‘કલ્યાણપુલોવા જીદીપ્પુ’ નામની એક નવી બ્રાન્ડ બજારમાં લાવી રહ્યા છીએ. આ અમારા આદિવાસી લોકોની પોતાની બ્રાન્ડ છે. બધું કામ પૂર્ણ થઈ ગયું છે.”

‘અમે બધી છેતરપિંડી પર નિયંત્રણ મેળવ્યું છે’

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

આ ગામોના લોકોએ જણાવ્યું કે શાહુકારો રાચાપાનુકુ સહિત આસપાસનાં ગામડાંઓમાં આદિવાસીઓને લોન આપવાથી લઈને તેમની પાસેથી ખરીદેલા કાજુનું વજન કરવા સુધી દરેક બાબતમાં છેતરપિંડી કરતા હતા.

“તેઓ અમને 30 હજાર રૂપિયાની લોન આપતા અને એક વર્ષમાં એમ કહેતા કે એક લાખ કે બે લાખ રૂપિયા થઈ ગયા. તેઓ કાજુનું વજન કરવામાં પણ છેતરપિંડી કરતા હતા. તેઓ પ્રતિ બોરી (80 કિલો)માં ઓછામાં ઓછા 10 કિલોની છેતરપિંડી કરતા.”

“આ ઉપરાંત, તેઓ કાજુ લઈ જવા માટે વપરાતી થેલીઓ અને બોરીઓની કિંમત પણ અમારી પાસેથી વસૂલતા અને તેને અમારા ખાતામાં ઉધારતા હતા. અમે ફરીથી તેમને ચૂકવતા.”

રાચાપાનુકુ ગામના રવિએ કહ્યું, ‌”જો અમે એક કે બે લોકોએ થોડા પૈસા લીધા, તો લણણી પછી તેને પાછા આપી દીધા.”

આદિવાસીઓ હવે આ બધી છેતરપિંડીમાંથી બચી ગયા છે. ખાસ કરીને યાર્ડમાં થયેલી છેતરપિંડીને અનુભવ્યા પછી 110 આદિવાસી પરિવારોએ ભેગા મળીને પોતાનું યાર્ડ બનાવ્યું છે.

બીબીસીએ જ્યારે મુલાકાત લીધી ત્યારે એ બાબતો જાણવા મળી કે, તેમણે પ્રોસેસિંગ યુનિટ્સ સાથે સીધી વાત કરીને કાજુ વેચાણની વ્યવસ્થા કરી છે. તેઓ કાજુનું વજન કરવા માટે અને તેને વાહનમાં ચડાવતાં પહેલાં તેની સંપૂર્ણ ચુકવણી કરવા માટે કૉન્ટ્રેક્ટ કરે છે.

150 રૂપિયા પ્રતિ કિલો

આદિવાસીઓ દ્વારા કાજુની ખેતી, કરોડોની આવક, આંધ્ર પ્રદેશ અનકાપલ્લી જિલ્લાના રવિકામથમ રાચાપાનુકુ, આદિવાસી ખેડૂતો દેવામાંથી બહાર નીકળ્યા, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ગયા વર્ષે કાજુનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલો સુધી હતો, પરંતુ ચાલુ વર્ષે ફાલ ઓછો ઊતર્યાને કારણે માગ વધી છે અને ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આદિવાસી સંગઠનના નેતા પીએસ અજયકુમારે જણાવ્યું કે, આનાથી છ ગામના આદિવાસીઓ નફો કમાવા ઉપરાંત એક કરોડ રૂપિયાનો વ્યવસાય કરી શક્યા છે.

અજયકુમારે કહ્યું, “આ વિસ્તારના આદિવાસીઓ તેમના જીવનમાં પહેલી વાર આટલી બધી રોકડ જોઈ રહ્યા છે. તેઓ બધા કરોડ રૂપિયાની ભેટના નામે ઉજવણી કરી રહ્યા છે. આ એક સારો કેસ સ્ટડી છે. આઈટીડીએ (ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ એજન્સી) અને નાબાર્ડે (નૅશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આનો અભ્યાસ કરવો જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS