Home તાજા સમાચાર gujrati એ આંગણવાડી બહેનોની કહાણી જેમણે મોટી ઉંમરે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી

એ આંગણવાડી બહેનોની કહાણી જેમણે મોટી ઉંમરે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી

3
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ આંગણવાડી બહેનોની કહાણી જેમણે મોટી ઉંમરે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી

22 મે 2025, 07:42 IST

અપડેટેડ 3 કલાક પહેલા

તાજેતરમાં જ ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં દસમા-બારમા ધોરણનાં પરિણામો જાહેર થયાં છે.

આ પરિણામો આ આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ કંઈક અનેરો આનંદ લઈને આવ્યાં છે.

તેઓ આ પરીક્ષાને હવે પરિણામ બાદ ‘શિક્ષણના યજ્ઞ’માં તબદલી કરવા માગે છે.

ત્રણેય મહિલાઓ મોટી ઉંમરે દસમા ધોરણની પરીક્ષા આપી અને તે સફળતાપૂર્વક પાસ કરી પ્રેરણારૂપ બન્યાં છે.

આ ત્રણેય મહિલાઓએ કામની જવાબદારીની સાથોસાથ દસમું ધોરણ પાસ કરીને પોતાની જાતને આગળ શિક્ષિત કરવાનો નિર્ધાર કર્યો છે. આખરે આ ત્રણેય પાસ થયાં અને હવે પોતાની કારકિર્દીને વધુ ઉજ્જવળ બનાવવાની દિશામાં એક પગલું ભર્યું.

નોંધનીય છે કે અગાઉ આંગણવાડી મહિલાઓની નોકરી માટેની લાયકાત માત્ર સાત ધોરણ હતી. પણ હવે નિયમો બદલાયા છે. ધોરણ દસની પરીક્ષા પાસ કરવા માટે તેમણે ‘નયી કિરન’ નામની યોજના અંતર્ગત ધોરણ દસમાં પ્રવેશ મેળવ્યો હતો.

બીબીસી ગુજરાતી, બીબીસી, મહિલા, ગુજરાત, મહારાષ્ટ્ર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS