Home તાજા સમાચાર gujrati ઈરાને કહ્યું કે ‘અમેરિકા સાથે કરાર થવાનો હતો, પછી છેલ્લી ઘડીએ આવું...

ઈરાને કહ્યું કે ‘અમેરિકા સાથે કરાર થવાનો હતો, પછી છેલ્લી ઘડીએ આવું થયું’ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, સારી નિયતને સારી નિયત મળે છે, અને અને દુશ્મનીને દુશ્મની.

ઇમેજ સ્રોત, Noushad Variyattiyakkal/SOPA Images/LightRocket via Getty Images

13 એપ્રિલ 2026, 08:47 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ઈરાનના વિદેશમંત્રીએ હવે કહ્યું છે કે, તેઓ એક સમજૂતીથી થોડા જ દૂર હતા.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું” છેલ્લા 47 વર્ષમાં સૌથી ઉચ્ચસ્તરીય મહત્ત્વપૂર્ણ વાટાઘાટ થઈ. ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે સારા ઇરાદા સાથે અમેરિકા સાથે વાત કરી.”

“પરંતુ જ્યારે ‘ઇસ્લામાબાદ સમજૂતી’ બસ થવાની તૈયારીમાં હતી, ત્યારે અમારી સમક્ષ વધુ માગણીઓ મૂકવામાં આવી, બદલાતી શરતો અને નિયંત્રણો મૂકવામાં આવ્યાં.”

અમેરિકા પર કટાક્ષ કરતા તેમણે લખ્યું, “કોઈ બોધપાઠ ન મળ્યો. સારી નિયતને સારી નિયત મળે અને દુશ્મનીને દુશ્મની મળે છે.”

ઉલ્લેખનીય છે કે, યુદ્ધનો અંત લાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો.

આ પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે, હવે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજની નાકાબંધી કરશે.

હંગેરીમાં 16 વર્ષ પછી વિક્ટર ઓરબાનનું શાસન સમાપ્ત

ઓરબાનની ફિદેઝ પાર્ટીને 55 બેઠકો મળી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Balint Szentgallay/NurPhoto via Getty Images

હંગેરીમાં વિક્ટર ઓરબાનનું શાસન 16 વર્ષ પછી સમાપ્ત થયું છે. લગભગ 98% મતોની ગણતરી સાથે પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે તિસા પાર્ટી 138 બેઠકો જીતી રહી છે.

199 બેઠકોવાળી સંસદમાં ઓરબાનની ‘ફિદેઝ પાર્ટી’ને 55 બેઠકો મળી છે અને અતિ-જમણેરી પાર્ટી ‘અવર હોમલૅન્ડ’ને 6 બેઠકો મળી છે.

ઓરબાનને હરાવનાર તિસા પાર્ટીના નેતા પીટર મેગ્યારે ડેન્યુબ નદીના કિનારે એકઠી થયેલી ભીડને કહ્યું, “આપણે સાથે મળીને હંગેરિયન સરકારને પાડી દીધી છે.”

તેમણે એમ પણ કહ્યું કે, વિક્ટર ઓરબાને તેમને ફોન કરીને જીત બદલ અભિનંદન આપ્યાં હતાં.

બીજી તરફ, ઓરબાને પોતાના સમર્થકોને કહ્યું, “પરિણામો સ્પષ્ટ અને પીડાદાયક છે. અમારે 25 લાખ લોકોનો આભાર માનવો જોઈએ, જેમણે અમને ટેકો આપ્યો. આવનારા દિવસોમાં બધું સારું થઈ જશે.”

બંધારણમાં સુધારો કરવા માટે પીટર માગ્યારને 133 બેઠકોની જરૂર હતી.

ઇમેજ સ્રોત, Ferenc ISZA / AFP via Getty Images

માગ્યારે કહ્યું છે કે, તેઓ ઓરબાનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોને ઉલટાવી દેશે. તેમણે “શિક્ષણ અને આરોગ્યમાં સુધારો કરવા, ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા, ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવા અને એનઇઆર તરીકે ઓળખાતી સિસ્ટમને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, જેનાથી ઓરબાનના સમર્થકોને ફાયદો થયો અને સરકારી સંસાધનોનો બગાડ થયો.”

બંધારણમાં સુધારો કરવા માટે માગ્યારેને 133 બેઠકોની જરૂર હતી, પરંતુ તાજેતરનાં પરિણામો સૂચવે છે કે, તિસા પાર્ટી 138 બેઠકો જીતી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS