Home તાજા સમાચાર gujrati આજે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, કઈ રીતે રિઝલ્ટ જોશો?

આજે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ, કઈ રીતે રિઝલ્ટ જોશો?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત ધોરણ 12 સાયન્સ ગુજકેટ સામાન્ય પ્રવાહ

ઇમેજ સ્રોત, Getty Images

2 કલાક પહેલા

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ (જીએસઈબી) દ્વારા પાંચ મે, સોમવારે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 સાયન્સ, ગુજકેટ અને ધોરણ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

માર્ચ 2025માં એચએસસીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે.

એક વખત પરિણામ જાહેર થઈ જાય ત્યાર પછી વિદ્યાર્થીઓ તેને જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જોઈ શકશે. પોતાના ગુણ જોવા માટે વિદ્યાર્થીએ વેબસાઇટના હોમ પેજ પર આપેલી રિઝલ્ટની લિંકમાં પોતાના સીટ નંબર દાખલ કરવાના રહેશે.

માર્ચ 2025માં આખા ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. તેની સાથે સાથે ગુજકેટ 2025 પણ યોજવામાં આવી હતી જે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં ઍડમિશન લેવા માટે મહત્ત્વની પ્રવેશ પરીક્ષા છે.

gseb.org પર જે રિઝલ્ટ આવશે તેમાં દરેક વિષયના માર્ક, ઓવરઓલ પર્સન્ટેજ અને વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે કે નહીં તેની માહિતી આપવામાં આવશે.

ધોરણ 12ની 2025ની પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે શું કરવું

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત ધોરણ 12 સાયન્સ ગુજકેટ સામાન્ય પ્રવાહ

ઇમેજ સ્રોત, Getty Images

  • સૌથી પહેલાં GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાવ.
  • હોમપેજ પર HSC Result 2025 વાંચવા મળે તે લિંક પર ક્લિક કરો. તેનાથી તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.
  • તેમાં જરૂરી ફિલ્ડમાં તમારા સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યા હોય તે રીતે જ એન્ટર કરવાના રહેશે.
  • ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

જીએસઈબીની હાયર સેકન્ડરીની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 12 માર્ચ 2024ના રોજ પૂરી થઈ હતી.

રિઝલ્ટ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.

ગયા વર્ષે ધોરણ 12 સાયન્સમાં 82 ટકાથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે સામાન્ય પ્રવાહના 91.93 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS