Source : BBC NEWS
‘અમે બાળકોને ભણાવીએ કે બીજાં કામ કરીએ?’, ગુજરાતનાં શિક્ષકોની ચિંતા
16 ફેબ્રુઆરી 2026, 11:09 IST
ગુજરાતના શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઑફ સ્કૂલની કચેરીએ શિક્ષકો રખડતાં કૂતરાંની ગણતરીની કામગીરી કરવાની જવાબદારી આપવાનો આદેશ તાજેતરમાં બહાર પાડ્યો છે.
જે અંગે ગુજરાતનાં ઘણાં શિક્ષકો હાલ ચિંતા અનુભવી રહ્યાં છે. કેટલાંક શિક્ષકોનું કહેવું છે કે આ કામ શિક્ષકોની ‘ગરિમાને ઠેસ’ પહોંચાડે એવું છે. તો કેટલાંક આને ‘બાળકોના ભણતર પર અસર કરનારો નિર્ણય’ ગણાવી રહ્યાં છે.
બીબીસી ગુજરાતીએ આ નિર્ણય અંગે તેમનો મત જાણવા માટે ઘણા શિક્ષકો સાથે વાત કરી હતી. જાણો, તેમનું શું કહેવું છે, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
વીડિયો : બિપિન ટંકારિયા અને રૂપેશ સોનવણે
ઍડિટ : દિતિ બાજપેઈ
ઇમેજ સ્રોત, Bipin Tankariya
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



