Home તાજા સમાચાર gujrati અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને પાકિસ્તાનને શાંતિપ્રસ્તાવ મોકલ્યો – ન્યૂઝ...

અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને પાકિસ્તાનને શાંતિપ્રસ્તાવ મોકલ્યો – ન્યૂઝ અપડેટ

9
0

Source : BBC NEWS

ઈરાન, અમેરિકા, ભારત, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images

7 એપ્રિલ 2026, 08:37 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાનની સરકારી સમાચાર એજન્સી આઇઆરએનએએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ઈરાને પાકિસ્તાનને શાંતિપ્રસ્તાવ મોકલાવ્યો હતો, જેનો હેતુ અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને “હંમેશાં માટે સમાપ્ત” કરવાનો છે.

આઇઆરએનએએ અહેવાલમાં કહ્યું છે કે અમેરિકાથી આવેલા પ્રસ્તાવ પર ઈરાની પ્રતિનિધિમંડળે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઈરાનના નેતૃત્વે લગભગ બે અઠવાડિયાં સુધી તેની સમીક્ષા કરીને જવાબ મોકલાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જવાબ આપવા માટે મંગળવાર સુધીની સમયમર્યાદા આપ્યા બાદ ઈરાનનો આ જવાબ આવ્યો છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં નહીં આવે તો ઈરાની પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવામાં આવશે.

6 એપ્રિલના રોજ, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ પૃષ્ઠિ કરતાં જણાવ્યું હતું કે, સંદેશાઓનું આદાનપ્રદાન મધ્યસ્થીઓ દ્વારા થયું હતું, પરંતુ તેમણે ઉમેર્યું કે તહેરાને અમેરિકાના “15-મુદ્દાઓની યોજના”ને નકારી કાઢી છે.

આઇઆરએનએના અહેવાલ મુજબ, ઈરાનના દસ ફકરાના પ્રતિભાવમાં યુદ્ધવિરામના વિચારને “ભૂતકાળના અનુભવો” ટાંકીને નકારી કાઢવામાં આવ્યો હતો. તેના બદલે ઈરાને પોતાની શરતો પર કાયમી સમાધાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર, તહેરાનના દસ્તાવેજમાં અનેક માગણીઓ સામેલ છે, જેમ કે પ્રાદેશિક સંઘર્ષોનો અંત, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત માર્ગ પર કરાર, પુનર્નિર્માણ અને પ્રતિબંધો હઠાવવા.

ઍરમૅનને બચાવવાના અમેરિકાના મિશન વિશે ઈરાને શું કહ્યું?

ઈરાન, અમેરિકા, ભારત, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ઇસ્માઇલ બગાઈએ જણાવ્યું હતું કે ઇસ્ફહાનમાં અમેરિકાની કાર્યવાહીનો હેતુ “ઈરાનમાંથી યુરેનિયમ ચોરી કરવાનો” પણ હોઈ શકે છે.

જ્યારે અમેરિકાએ ઇસ્ફહાનની દક્ષિણમાં થયેલી સૈન્ય કાર્યવાહીને ગુમ થયેલા ઍરમૅનને બચાવવાના મિશન તરીકે વર્ણવી હતી, આ ઍરમૅન ઈરાનના આકાશમાં નિશાન બનેલા એફ-15 ફાઇટર જેટનો બીજો ક્રૂ સભ્ય હતો.

સોમવારે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પેન્ટાગને આ કાર્યવાહીને “પોતાના વિજય” તરીકે ગણાવી હતી. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અને નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી કે આ વિશાળ કાર્યવાહીનો હેતુ ઇસ્ફહાનથી 200 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ ટ્રાન્સફર કરવાનો હતો.

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગાઈએ એમ પણ કહ્યું હતું કે ઇસ્ફહાનની દક્ષિણમાં અમેરિકાની કાર્યવાહીનો હેતુ ઈરાનમાંથી ‘યુરેનિયમ ચોરી’ કરવાનો હોઈ શકે છે અને આ શક્યતાને અવગણી શકાય નહીં.

જોકે, વ્હાઇટ હાઉસ અને અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આ અટકળોનો કોઈ જવાબ આપ્યો નથી.

બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે આ મિશનમાં અમેરિકાને ઘણું નુકસાન થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS