Home તાજા સમાચાર gujrati અમેરિકામાં જન્મને કારણે મળતી નાગરિકતા સમાપ્ત થઈ શકે? આજે ટ્રમ્પના આદેશ પર...

અમેરિકામાં જન્મને કારણે મળતી નાગરિકતા સમાપ્ત થઈ શકે? આજે ટ્રમ્પના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર નજર

6
0

Source : BBC NEWS

બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હઠાવવા માગે છે. બીબીસી ગુજરાતી, ગુજરાત ભારત એનઆરઆઈ એનઆરજી ગ્રીન કાર્ડ વિઝા એચવન બી વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જન્મજાત નાગરિકત્વના અધિકારને સીમિત કરવાની વિવાદાસ્પદ યોજના ધરાવે છે. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં આ મામલે પહેલી એપ્રિલે એટલે કે આજે સુનાવણી થશે.

ટ્રમ્પે 20 જાન્યુઆરી, 2025ના રોજ તેમના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તેના કારણે અનેક કાનૂની પડકારો ઊભા થયા અને ઘણા ઇમિગ્રન્ટ પરિવારો માટે અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ હતી.

બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે.

પરંતુ ટ્રમ્પનો આદેશ આ ગૅરંટીનું નવેસરથી અર્થઘટન કરવાનો પ્રયાસ છે. તેમાં અમેરિકામાં ગેરકાયદે વસતાં અથવા કામચલાઉ વિઝા પર આવેલા માઇગ્રન્ટ્સનાં બાળકોને નાગરિકતા ન આપવાની વાત કરવામાં આવી છે.

નીચલી અદાલતોએ ટ્રમ્પના ઑર્ડરને રોકતા ચુકાદા આપ્યા હોવાથી હજુ સુધી કોઈએ તેનો ભોગ બનવું પડ્યું નથી.

સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ જીતી જશે તો ચુકાદાના 30 દિવસ પછી તેમનો આદેશ અમલમાં આવશે. અમેરિકાની તુલનામાં દુનિયાભરના નાગરિકત્વના કાયદાઓ શું કહે છે?

દુનિયાભરમાં જન્મજાત નાગરિકત્વ

ભારતમાં બાળકોને તેમના માતાપિતા પાસેથી રાષ્ટ્રીયતા વારસામાં મળે છે બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હઠાવવા માગે છે. બીબીસી ગુજરાતી, ગુજરાત ભારત એનઆરઆઈ એનઆરજી

ઇમેજ સ્રોત, Getty Images

જન્મજાત નાગરિકત્વ એ આખી દુનિયામાં પ્રવર્તમાન નથી.

અમેરિકા ખંડમાં યુએસ એ લગભગ 30 દેશો પૈકી એક છે, જે પોતાની સરહદમાં જન્મેલી કોઈપણ વ્યક્તિને આપમેળે નાગરિકતા આપે છે. આવા અન્ય દેશોમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, ચિલી અને મૅક્સિકોનો સમાવેશ થાય છે.

તેનાથી વિપરીત, એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં લોહીના આધારે અધિકારના સિદ્ધાંતનું પાલન થાય છે, જ્યાં બાળકોને તેમનાં માતાપિતા પાસેથી રાષ્ટ્રીયતા વારસામાં મળે છે, ભલે પછી તેમનો જન્મ ગમે ત્યાં થયો હોય.

રશિયા, ઇન્ડોનેશિયા, જાપાન, ચીન, થાઇલૅન્ડ, વિયેતનામ, નાઇજીરીયા અને મોટાભાગના મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશો આ સિસ્ટમમાં માને છે.

ભારત પણ લોહીના આધારે નાગરિકત્વના અધિકાના નિયમનું પાલન કરે છે, જ્યારે પાકિસ્તાન એ એશિયામાં એવો અપવાદરૂપ દેશ છે જે તેની ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વ આપે છે.

કેટલાક દેશોમાં બંને સિદ્ધાંતોનું મિશ્રણ હોય છે, તેઓ કાયમી રહેવાસીઓ (પર્મેનન્ટ રેસિડન્ટ)નાં બાળકોને પણ નાગરિકત્વ આપે છે. આવા દેશોમાં યુકે, પૉર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

સેન ડિયેગોસ્થિત યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના ખાતે સમાજશાસ્ત્રના પ્રોફેસર જૉન સ્ક્રેન્ટની માને છે કે, જન્મજાત નાગરિકતા સમગ્ર અમેરિકા ખંડમાં સામાન્ય છે. તેઓ કહે છે, “દરેક રાષ્ટ્ર પાસે તેનો પોતાનો અનોખો માર્ગ હતો.”

તેઓ કહે છે, “ઉદાહરણ તરીકે કેટલાકમાં ગુલામો અને ભૂતપૂર્વ ગુલામો સંકળાયેલા હતા, તો કેટલાકમાં નહોતા. ઇતિહાસ જટિલ છે.” યુએસમાં મુક્ત થયેલા ગુલામોની કાનૂની સ્થિતિ નક્કી કરવા માટે બંધારણમાં 14મો સુધારો અપનાવવામાં આવ્યો હતો.

જોકે, સ્ક્રેન્ટની દલીલ કરે છે કે “ભૂતપૂર્વ કૉલોનીમાંથી રાષ્ટ્રનું નિર્માણ” એ દરેક જગ્યાએ સમાનતા હતી.

તેઓ કહે છે, “તેમના માટે કોને સમાવવા, કોને બાકાત રાખવા, અને રાષ્ટ્રને શાસનલાયક કેવી રીતે બનાવવું તેની વ્યૂહરચના જરૂરી હતી.”

“ઘણા લોકો માટે પ્રદેશમાં જન્મેલા હોવાના આધારે જન્મજાત નાગરિકતા તેમના રાજ્ય-નિર્માણનાં ધ્યેયો માટે બનાવવામાં આવી હતી.”

“કેટલાક લોકો માટે તે યુરોપથી ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતું હતું; અન્ય લોકો માટે તે સુનિશ્ચિત કરતું હતું કે સ્થાનિક લોકો, ભૂતપૂર્વ ગુલામો અને તેમનાં બાળકોને સંપૂર્ણ સભ્યો તરીકે સમાવવામાં આવશે તથા રાષ્ટ્રવિહીન રાખવામાં નહીં આવે. ચોક્કસ સમય માટે આ એક ચોક્કસ વ્યૂહરચના હતી, અને તે સમય કદાચ પસાર થઈ ગયો હશે.”

બદલાતી નીતિઓ અને વધતાં નિયંત્રણો

બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હઠાવવા માગે છે. બીબીસી ગુજરાતી, ગુજરાત ભારત એનઆરઆઈ એનઆરજી ગ્રીન કાર્ડ વિઝા એચવન બી વિઝા

ઇમેજ સ્રોત, Reuters

તાજેતરનાં વર્ષોમાં ઘણા દેશોએ પોતાના નાગરિકત્વના કાયદામાં સુધારા કર્યા છે.

ઇમિગ્રેશન, રાષ્ટ્રીય ઓળખ અને કથિત “બર્થ ટુરિઝમ”ની ચિંતાના કારણે દેશોએ જન્મજાત નાગરિકત્વના નિયમો કડક બનાવ્યા છે. લોકો જ્યારે બાળકને જન્મ આપવાના હેતુથી કોઈ દેશની મુલાકાત લે ત્યારે તે “બર્થ ટુરિઝમ” કહેવાય છે.

ઉદાહરણ તરીકે, ભારત એક સમયે પોતાની ધરતી પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વ આપતું હતું. પરંતુ સમય જતાં ગેરકાયદેસર સ્થળાંતર, ખાસ કરીને બાંગ્લાદેશથી આવતા લોકોના કારણે ભારતે નિયંત્રણો લાગુ પડ્યાં.

ડિસેમ્બર 2004થી ભારતમાં જન્મેલું બાળક ફક્ત ત્યારે જ નાગરિક ગણાય છે જ્યારે તેનાં માતાપિતા બંને ભારતીય હોય, અથવા માતાપિતા બેમાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને બીજી વ્યક્તિ ગેરકાયદે માઇગ્રન્ટ ન હોય.

ઘણા આફ્રિકન દેશો, જેઓ કૉલોનિયલ કાળમાં જન્મજાત નાગરિકત્વની પદ્ધતિ અનુસરતા હતા, તેમણે સ્વતંત્રતા પછી તે પદ્ધતિ છોડી દીધી હતી. આજે મોટા ભાગના દેશોમાં માતાપિતા બેમાંથી એક નાગરિક હોવા જોઈએ અથવા કાયમી રેસિડન્ટ હોવાં જરૂરી છે.

મોટા ભાગના એશિયન દેશોમાં નાગરિકત્વ વધારે નિયંત્રિત છે અને મુખ્યત્વે વંશક્રમના આધારે મળે છે. ચીન, મલેશિયા અને સિંગાપોર જેવા દેશો તેનાં ઉદાહરણ છે.

યુરોપમાં પણ મહત્ત્વના ફેરફારો થયા છે. યુરોપમાં આયર્લૅન્ડ એ છેલ્લો દેશ હતો જેણે કોઈપણ નિયંત્રણ વગર જન્મજાત નાગરિકત્વની મંજૂરી આપી.

2004ની ચૂંટણીમાં 79 ટકા મતદારોએ બેમાંથી એક વાલી નાગરિક, કાયમી વસાહતી અથવા લીગલ કામચલાઉ રેસિડન્ટ હોવા જોઈએ તેવા બંધારણીય સુધારાને મંજૂરી આપી હતી ત્યાર પછી આયર્લૅન્ડે પોતાની નીતિ બદલી નાખી.

ડોનાલ્ડ ટ્રમ્પ જન્મજાત નાગરિકત્વના અધિકારને સીમિત કરવાની વિવાદાસ્પદ યોજના ધરાવે છે બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હઠાવવા માગે છે. બીબીસી ગુજરાતી, ગુજરાત ભારત એનઆરઆઈ એનઆરજી ગ્રીન કાર્ડ વિઝા એચવન બી વિઝા

ઇમેજ સ્રોત, Reuters

સરકારે કહ્યું કે આ ફેરફાર જરૂરી હતો કારણ કે વિદેશી મહિલાઓ બાળકને જન્મ આપવા આયર્લૅન્ડ આવતી હતી જેથી તેમનાં બાળકોને યુરોપિયન યુનિયનનો પાસપૉર્ટ મળી જાય.

સૌથી આકરો ફેરફાર ડૉમિનિકન રિપબ્લિકમાં કરવામાં આવ્યો હતો જ્યાં 2010માં એક બંધારણીય સુધારા દ્વારા નાગરિકત્વને પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવ્યું જેથી ગેરકાયદે માઇગ્રન્ટનાં બાળકોને બાકાત રાખી શકાય.

2013માં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા દ્વારા આને 1929ની અસરથી લાગુ કરાયું જેથી હજારો લોકોએ ડૉમિનિકન નાગરિકત્વ ગુમાવવું પડ્યું, જેમાંથી મોટા ભાગના મૂળભૂત હૈતીના હતા. માનવાધિકાર જૂથોએ ચેતવણી આપી કે આનાથી ઘણા લોકો દેશ વગરના થઈ જશે કારણ કે તેમની પાસે હૈતીના દસ્તાવેજો પણ ન હતા.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો તથા ઇન્ટર-અમેરિકન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સે આ પગલાંની આકરી ટીકા કરી હતી.

જાહેર વિરોધ થવાના કારણે ડૉમિનિકન રિપબ્લિકે 2014માં એક કાયદો પસાર કર્યો જેનાથી ઇમિગ્રન્ટ્સના ડૉમિનિકનમાં જન્મેલાં બાળકોને નાગરિકત્વ આપવામાં આવ્યું, જેમાં ખાસ કરીને હૈતીના વંશજોની તરફેણ કરવામાં આવી હતી.

સ્ક્રેન્ટની આ ફેરફારોને વ્યાપક વૈશ્વિક ટ્રૅન્ડના ભાગરૂપે જુએ છે. તેઓ કહે છે, “આપણે હવે સામુહિક સ્થળાંતર અને સમુદ્ર પાર સરળ પરિવહનના યુગમાં જીવીએ છીએ. હવે લોકો નાગરિકત્વ અંગે વ્યૂહાત્મક હોઈ શકે છે. તેના કારણે હાલમાં યુએસમાં આના પર ચર્ચા થઈ રહી છે.”

કાયદાકીય પડકારો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2026ના રોજ કેસની સુનાવણી હાથ ધરશે બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકાએ લગભગ 160 વર્ષથી અમેરિકન ભૂમિ પર જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકત્વની ખાતરી આપી છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હઠાવવા માગે છે. બીબીસી ગુજરાતી, ગુજરાત ભારત એનઆરઆઈ એનઆરજી ગ્રીન કાર્ડ વિઝા એચવન બી વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

20 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશના થોડા જ કલાકોમાં ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતૃત્વવાળા 22 રાજ્યો, સાન ફ્રાન્સિસ્કો શહેર, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ અને નાગરિક અધિકાર જૂથોએ આ પગલાંને પડકારીને ફેડરલ સરકાર સામે દાવો માંડ્યો હતો.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેના ચોથા જ દિવસે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જૉન કોફેનરે આ ઑર્ડરને “સ્પષ્ટપણે ગેરબંધારણીય” ગણાવીને તેની સામે અસ્થાયી રૂપે મનાઇ હુકમ આપી દીધો. ટ્રમ્પના ઍક્ઝિક્યુટિવ ઑર્ડર માટે આ પહેલો મોટો આંચકો હતો.

ત્યાર પછી અન્ય ફેડરલ કોર્ટના ન્યાયાધીશોએ પણ ચુકાદા આપ્યા કે ટ્રમ્પનો પ્લાન બંધારણનું ઉલ્લંઘન કરે છે. બે ફેડરલ સર્કિટ કોર્ટ ઑફ અપીલે આદેશને અમલમાં આવતા અટકાવતા હુકમોને ટેકો આપ્યો હતો.

ત્યારબાદ મનાઈ હુકમો સામે લડવા માટે ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ ગયા. જૂનમાં કોર્ટે ચુકાદો આપ્યો કે નીચલી અદાલતો દ્વારા જારી કરાયેલા મનાઈ હુકમો તેમની સત્તાની ઉપરવટ જાય છે. ટ્રમ્પ માટે આ જીત હતી. પરંતુ આ ચુકાદામાં જન્મજાત નાગરિકત્વના મુદ્દાને જ સંબોધવામાં આવ્યો ન હતો.

આ કેસ હવે ટ્રમ્પ વિરુદ્ધ બાર્બરા તરીકે યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ છે. તે એક રાષ્ટ્રવ્યાપી ક્લાસ ઍક્શન છે જેને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) અને ભાગીદાર નાગરિક અધિકાર જૂથો દ્વારા એવાં બાળકો વતી ફાઇલ કરાયો છે જેમને નાગરિકત્વ આપવામાં નહીં આવે.

બાદમાં સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ, 2026ના રોજ કેસની સુનાવણી કરવા સહમત થઈ અને કેસની ઝડપ વધારી.

દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના વલણમાં વધુ મક્કમ છે. તેમણે દલીલ કરી છે કે 14મો સુધારો ક્યારેય ગેરકાયદે અથવા કામચલાઉ માઇગ્રન્ટ્સનાં બાળકોને નાગરિકત્વ આપવાના હેતુથી ન હતો. બંધારણના નિષ્ણાતો આ વાત સાથે સહમત નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS