Source : BBC NEWS
‘અમદાવાદ અને મુંબઈથી ઑર્ડર આવે છે’, ગૅસ સિલિન્ડરની ‘તંગી’ સર્જાતાં રાજકોટની સગડીની માગ વધી
અપડેટેડ 2 કલાક પહેલા
છેલ્લા કેટલાક દિવસથી ન કેવળ ઘરેલુ, પરંતુ કૉમર્શિયલ ગૅસના સિલિન્ડરની ‘તંગી’ હોવાના અહેવાલ ચર્ચામાં છે.
સરકારનું કહેવું છે કે એલપીજીની અછત છે, છતાં હાલ જે સ્થિતિ છે, તે પૅનિક બુકિંગને કારણે જોવા મળી રહી છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે વપરાશકર્તા અન્ય વિકલ્પો તરફ નજર દોડાવવા માટે મજબૂર બન્યા છે.
જેની સીધી અસર રાજકોટમાં બનતી સગડીની માંગ પર જોવા મળી રહી છે. જ્યાં અમદાવાદ, સુરત અને મુંબઈથી ઑર્ડર મળી રહ્યા છે.
સગડી કેવી રીતે બને તથા એક સગડી કેટલામાં મળે? વેપારીઓ અને ગ્રાહકો પ્રવર્તમાન સ્થિતિ અંગે શું કહી રહ્યા છે, જુઓ આ વીડિયોમાં.
ઇમેજ સ્રોત, Eye Ubiquitous/Universal Images Group via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



