Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
લવિના શિનોય: UK જઈને આ ભારતીય મહિલાએ કઈ રીતે 38 હજાર મહિલાઓનું નેટવર્ક બનાવ્યું?
2 કલાક પહેલા
લવિના શિનોય યુકેમાં રહેતાં ભારતીય મૂળનાં મહિલા છે. તેઓ ‘ઇન્ડિયન વૂમન ઇન લંડન ઍન્ડ યુકે’નાં ફાઉન્ડર છે.
લવિના જ્યારે યુકેમાં સ્થાયી થયાં, ત્યારે એક જ અઠવાડિયામાં તેમને લાગ્યું કે ભારતમાં હતો તેવો સમૂદાય અહીં નથી.
લવિનાને લાગતું હતું કે આ એકલતા તેમને કોરી ખાશે અને ડિપ્રેશનમાં સરી પડશે. નવા દેશમાં આવી લાઇફ તેઓ ઇચ્છતા ન હતાં.
આથી તેમણે પોતાનાં જેવી જ સ્ત્રીઓની શોધ શરૂ કરી અને એક ગ્રૂપ બનાવ્યું, જે આજે જોતજોતાંમાં 38 હજાર જેટલી મહિલાઓનું નેટવર્ક બની ગયું છે.
નવા દેશમાં લવિનાની ત્રણ વર્ષની સફર જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS