Home તાજા સમાચાર gujrati યૌન ઉત્પીડન કરવાનો જેમના પર આરોપ હતો તેવા તામિલ સાહિત્યકાર વૈરામુથુને જ્ઞાનપીઠ...

યૌન ઉત્પીડન કરવાનો જેમના પર આરોપ હતો તેવા તામિલ સાહિત્યકાર વૈરામુથુને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની જાહેરાતથી વિવાદ

30
0

Source : BBC NEWS

જ્ઞાનપીઠ એવોર્ડ, તામિલ લેખક કવિ અને ગીતકાર વૈરામુથ્થુ વૈરામુથુ, ગાયિકા ચિનમયી, ગ્યાનપીઠ પુરસ્કાર 2025, Metoo ચળવળ, જાતીય દુર્વ્યવહારના આરોપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook

વિખ્યાત કવિ, લેખક અને ગીતકાર વૈરામુથુને વર્ષ 2025ના જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વૈરામુથુ આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ત્રીજા તામિલ સાહિત્યકાર છે.

વૈરામુથુને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની જાહેરાત થતાંની સાથે જ, તેમની પર અગાઉ લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના ‘#MeToo’ આરોપો બાબતે ફરી ધ્યાન ખેંચાવુ શરૂ થયું છે.

વૈરામુથુ સામે યૌન ઉત્પીડનના આરોપો લગાવનારી અગ્રણી હસ્તીઓમાં ગાયિકા ચિનમયીનો સમાવેશ થાય છે. ચિનમયીએ જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત અને સોશિયલ મીડિયા પર વૈરામુથુને અભિનંદન આપતા લોકોની ટીકા કરી છે.

વૈરામુથુને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાના નિર્ણયને પગલે સાહિત્ય જગતમાં પણ વિવાદ સર્જાયો છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર સંબંધે ચાલી રહેલા વિવાદ અને ટીકા બાબતે વૈરામુથુનું મંતવ્ય જાણવા માટે બીબીસી તામિલે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો પ્રતિભાવ મેળવી શકાયો નથી. પ્રતિભાવ મળશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

જ્ઞાનપીઠ પુરસ્કાર એક સ્વતંત્ર સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ભારતીય ભાષા સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપતા સર્જકોને આ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્વારા રૂ. 11 લાખ રોકડા અને માતા સરસ્વતીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.

તામિલમાં આ અગાઉ 1975માં લેખક અખિલન અને 2002માં લેખક જયકાંતને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વૈરામુથુ 25 વર્ષ પછી આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ત્રીજા તામિલ સાહિત્યકાર બન્યા છે.

વૈરામુથુને ચોમેરથી અભિનંદન

જ્ઞાનપીઠ એવોર્ડ, તામિલ લેખક કવિ અને ગીતકાર વૈરામુથ્થુ વૈરામુથુ, ગાયિકા ચિનમયી, ગ્યાનપીઠ પુરસ્કાર 2025, Metoo ચળવળ, જાતીય દુર્વ્યવહારના આરોપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Chinmayi Sripada

વૈરામુથુને અભિનંદન આપતાં મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને પોતાના ફેસબૂક પેજ પર લખ્યું, “આ પુરસ્કાર અત્યાર સુધીમાં અખિલન અને જયકાંતનને મળ્યો છે. તેમણે પરંપરાગત અને આધુનિક કવિતામાં પ્રયોગ કરીને, તામિલ સાહિત્યની દુનિયામાં નાવિન્ય લાવીને તથા કવિ સામ્રાજ્ય સાથે હાથ મેળવીને ખુદને તેમજ અમને આનંદના સમુદ્રમાં ડૂબાડી દીધા છે.”

અભિનેતા રજનીકાંત, અભિનેતા તથા મક્કલ નિધિ મય્યમ પાર્ટીના નેતા કમલ હાસન અને અન્યોએ વૈરામુથુને વખાણતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરવા પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં વૈરામુથુએ કહ્યું હતું, “આ પુરસ્કાર તામિલ ભાષા માટે એક ભેટ સમાન છે, જે 25 વર્ષ પછી મને પ્રાપ્ત થયો છે. હું પોતે આશ્ચર્યચકિત છું. હું પ્રસન્ન પણ છું.”

વૈરામુથુએ જણાવ્યું હતું કે ‘મીડિયા મને સવાલ કરી શકે છે. હું ઇચ્છું છું કે તે સવાલો જ્ઞાનપીઠ પુરસ્કાર અને તામિલ ભાષા સંબંધી હોય.’

આ રીતે પત્રકાર પરિષદમાં પણ આ મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા.

વૈરામુથુની કારકિર્દી

વૈરામુથુએ તેમની કારકિર્દીની શરૂઆત 1980ની ફિલ્મ નિજાલગલના “ઇંધુ ઓરુ પોનમલાઈ પોડુહુ…”થી કરી હતી.

તેમણે કલ્લિકટ્ટુ ઇથિકાસમ, કરુવાચી કાવ્યમ, તનહિર દેશમ અને ત્રીજું વિશ્વયુદ્ધ સહિતની નવલકથાઓ પણ લખી છે. એ ઉપરાંત તેમના અનેક કાવ્યસંગ્રહો અને નિબંધસંગ્રહો પણ પ્રકાશિત થયા છે.

વૈરામુથુને સાહિત્ય અકાદમી પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર અને પદ્મભૂષણ સહિતના અનેક પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.

જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત સાથે વૈરામુથુન પર અભિનંદન વર્ષાની સાથે તેમની ટીકા પણ કરવામાં આવી રહી છે.

પાર્શ્વગાયિકા ચિનમયીએ શું કહ્યું?

વૈરામુથુ સામે ‘યૌન ઉત્પીડન’ની ફરિયાદ કરનારાં પાર્શ્વગાયિકા ચિનમયીની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

બીબીસી તામિલ સાથે વાત કરતાં ચિનમયીએ કહ્યું હતું, “વૈરામુથુ સામે ફરિયાદ નોંધાવવાને કારણે ડબિંગ આર્ટિસ્ટ્સ ઍસોસિયેશને મારા પર પ્રતિબંધ મૂક્યો હતો. સિનેમા જગતનાં વિવિધ સંગઠનો જાતીય સતામણીની ફરિયાદોને ગંભીર ગણતા નથી. સોશિયલ મીડિયા પર પણ મારી ટીકા કરવામાં આવી રહી છે. “

“વૈરામુથુ સામે 17 લોકોએ ફરિયાદ નોંધાવી છે. ત્રણ લોકો સામે આવ્યા છે અને તેમણે વીડિયો મારફત પોતાની વાત કહી છે. તેઓ અમારાં સંઘર્ષને, અમારાં સિનેમા જીવનને અલગ-અલગ રીતે જુએ છે.”

વૈરામુથુને જ્ઞાનપીઠ પુરસ્કારને લીધે એ મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે કે કોઈ કળાકારનું મૂલ્યાંકન માત્ર તેની કળાત્મક યોગ્યતાના આધારે થવું જોઈએ કે તેની વ્યક્તિગત ટીકાઓ, વિવાદો અને ગતિવિધિઓ સિવાય પણ થવું જોઈએ?

આ સંદર્ભે પ્રતિભાવ આપતાં ચિનમયીએ કહ્યું હતું, “કળા અને કળાકારને અલગ કરી શકાય નહીં.”

“મેં 32 વર્ષની વયે આ ફરિયાદ નોંધાવી હતી. તેને આઠ વર્ષ થઈ ગયાં. હવે હું 40 વર્ષની થઈ ગઈ છું. હું મારી જિંદગીનો ત્રીસીનો દાયકો મારી પોતાની ઇચ્છાનુસાર જીવી શકી ન હતી. મારાં અનેક ગીતો જોરદાર હીટ થયાં હતાં, પરંતુ છેલ્લાં આઠ વર્ષથી મને કોઈ નવી તક મળી નથી.”

“તેમણે મને કહ્યું હતું કે હું ડબિંગ કરીશ તો એ ફિલ્મમાં બીજું કોઈ ડબિંગ કરશે નહીં. તેમણે મને આટલી હદે એકલી પાડી દીધી છે.”

ચિનમયીએ ઉમેર્યું હતું કે લોકપ્રિયતા અને પૈસા પ્રાપ્ત કરવા માટે આવા આરોપ લગાવવા બદલ આજે પણ તેમની ટીકા કરવામાં આવે છે.

2018માં ‘મી ટૂ’ આંદોલને માત્ર તામિલનાડુમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લોકોનું વ્યાપક ધ્યાન આકર્ષિત કર્યું હતું. એ સમયે ચિનમયીએ વૈરામુથુ પર આરોપ લગાવ્યો હતો.

વૈરામુથુ પર ચિનમયીના આરોપ

જ્ઞાનપીઠ એવોર્ડ, તામિલ લેખક કવિ અને ગીતકાર વૈરામુથ્થુ વૈરામુથુ, ગાયિકા ચિનમયી, ગ્યાનપીઠ પુરસ્કાર 2025, Metoo ચળવળ, જાતીય દુર્વ્યવહારના આરોપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, chinmayi/Instagram

ચિનમયીએ ઑક્ટોબર 2018માં સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટમાં કરેલા ઉલ્લેખ મુજબ, એ ઘટના 2005-06માં બની હતી.

ચિનમયીએ જણાવ્યું હતું કે તેમણે અને માનિક વિનયગમે શ્રીલંકન તામિળો માટે ‘વેઝામોથ્થમ્’ નામના આલ્બમ માટે ગીતો ગાયાં હતાં. તે આલ્બમનું વિમોચન સ્વિત્ઝર્લૅન્ડમાં આયોજિત એક સમારંભમાં કરવામાં આવ્યું હતું. તેમણે આ સમારંભમાં હાજરી આપી હતી અને ગીતો ગાયાં હતાં.

ચિનમયીનાં જણાવ્યાં મુજબ, સમારંભ પૂર્ણ થયો અને બધા લોકો ચાલ્યા ગયા પછી તેમને તથા તેમનાં માતાને રોકાવાનું કહેવામાં આવ્યું હતું. સમારંભના આયોજકો પૈકીના એકે તેમને વૈરામુથુની રૂમમાં જઈને મળવા જણાવ્યું હતું.

તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ચિનમયીને એ માટે ‘સહકાર આપવા’ કહેવામાં આવ્યું હતું. ચિનમયીને ધમકી પણ આપવામાં આવી હતી કે તેઓ ‘સહકાર’ નહીં આપે તો આ વ્યવસાયમાં ટકી શકશે નહીં.

ચિનમયીએ પોતાની ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ અડગ રહ્યાં હતાં અને તેમણે તથા તેમનાં માતાએ તેમને તરત જ ભારત પાછા મોકલી આપવામાં આવે એવો આગ્રહ રાખ્યો હતો.

એ સમયે વૈરામુથુએ પોતાની ઍક્સ (તત્કાલીન ટ્વિટર) પેજ પર લખ્યુ હતું, “પ્રસિદ્ધ લોકોની બદનામી કરવાની અભદ્રતા હવે આખા દેશમાં ફૅશન બની ગઈ છે. તાજેતરમાં મારું સતત અપમાન કરવામાં આવ્યું છે, જે એ પૈકીનું એક છે. મને કોઈ પણ ખોટી વાતની પરવા નથી. સમય સત્ય કહેશે.”

મીડિયા રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું છે કે ચિનમયી સહિતનાં 17 મહિલાઓએ આવા આરોપ લગાવ્યા છે.

ભુવના શેષન નામનાં ગાયિકાએ પણ 2023માં વૈરામુથુ પર આવો આરોપ લગાવ્યો હતો.

તેમણે એક મીડિયા આઉટલેટને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે વૈરામુથુ સાથે ફોન ઉપર વાતચીત દરમિયાન તેમણે અસહજતા અનુભવી હતી.

ચિનમયીએ 2019માં રાષ્ટ્રીય મહિલા પંચમાં પણ વૈરામુથુ સામે ફરિયાદ નોંધાવી હતી.

ચિનમયીનું કહેવું છે કે વર્ષોથી આગ્રહ કરવામાં આવતો હોવા છતાં ફિલ્મોદ્યોગનાં સંગઠનોમાં યૌન ઉત્પીડનને રોકવા માટે આંતરિક ફરિયાદ સમિતિની (આઇસીસી) સ્થાપના કરવામાં આવી નથી.

વકીલો શું કહે છે?

જ્ઞાનપીઠ એવોર્ડ, તામિલ લેખક કવિ અને ગીતકાર વૈરામુથ્થુ વૈરામુથુ, ગાયિકા ચિનમયી, ગ્યાનપીઠ પુરસ્કાર 2025, Metoo ચળવળ, જાતીય દુર્વ્યવહારના આરોપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tara Krishnaswamy/Facebook

મદ્રાસ હાઇકોર્ટનાં વરિષ્ઠ વકીલ ગીતા રામાશેષે કહ્યું હતું, “સિનેમા જગતનાં વિવિધ ક્ષેત્રોમાં જાતીય સતામણીની ફરિયાદોની તપાસ માટે કાયદા અનુસાર સમિતિની રચના કરવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ. સિનેમા કોઈ સંસ્થા નથી.”

“આવી સમિતિની રચના કરવી તે એક પડકાર છે. કેરળમાં જસ્ટિસ હેમા સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિએ અનેક ભલામણ કરી હતી. તામિલ સિનેમામાં આવી કોઈ સમિતિ રચવામાં આવી નથી. અહીં એવી ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવતી નથી.”

મલયાલમ ફિલ્મોદ્યોગમાં અભિનેત્રીઓએ જે જાતીય સતામણીનો સામનો કર્યો હતો તેનો અને ફરિયાદોનો ખુલાસો 2024માં જસ્ટિસ હેમા સમિતિના રિપોર્ટના માધ્યમથી થયો હતો. એ પછી અનેક અભિનેત્રીઓએ અભિનેતાઓ તથા દિગ્દર્શકો દ્વારા જાતીય સતામણીના આરોપની અનેક ફરિયાદો નોંધાવી હતી.

મલયાલમ અભિનેતા સંઘમાં સામેલ થવા માટે કેટલીક અભિનેત્રીઓને યૌન સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.

‘કાયદાકીય ખામીઓ’

જ્ઞાનપીઠ એવોર્ડ, તામિલ લેખક કવિ અને ગીતકાર વૈરામુથ્થુ વૈરામુથુ, ગાયિકા ચિનમયી, ગ્યાનપીઠ પુરસ્કાર 2025, Metoo ચળવળ, જાતીય દુર્વ્યવહારના આરોપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, R. SATISH BABU/AFP via Getty Images

લેખિકા અને નારીવાદી કર્મશીલ તારા કૃષ્ણાસ્વામીએ કહ્યું હતું, “જ્ઞાનપીઠ પુરસ્કાર ભલે ખાનગી સંસ્થા દ્વારા આપવામાં આવતો હોય, પરંતુ તે અર્પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેથી આ સંબંધે સરકારની પણ જવાબદારી છે.”

તારા કૃષ્ણસ્વામી ‘પોલિટિકલ શક્તિ’ સંગઠનનાં સહ-સ્થાપક છે. આ સંગઠન મહિલા વિધાયકો અને સાંસદોનું પ્રતિનિધિત્વ વધારવાની હિમાયત કરે છે.

તેમનું કહેવું છે કે મહિલાઓના આરોપોની તપાસ કરવામાં અને યોગ્ય કાર્યવાહી કરવામાં અનેક કાનૂની ખામીઓ છે.

તેમણે કહ્યું હતું, “મહિલાઓ સામેના ગુનાને અપરાધ તરીકે સ્વીકૃતિ આપવામાં આવતી નથી. વૈવાહિક સંબંધમાં જાતીય સતામણી તેનું એક ઉદાહરણ છે. અસંગઠિત ક્ષેત્રમાં મહિલાઓ સામેના ગુનાઓ માટે પૂરતા પુરાવા એકઠા કરવા એક મોટો પડકાર છે. આ ખામીઓને દૂર કરવા માટે કાયદાકીય રીતે શું થઈ શકે. અહીં કોઈ ખુલ્લી ચર્ચા થતી નથી. ભારતીય સમાજ મહદઅંશે એક એવો સમાજ અને સંસ્કૃતિ છે, જ્યાં યૌન અપરાધોને છુપાવવામાં આવે છે.”

સાહિત્ય જગતમાં વિવાદ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS