Home તાજા સમાચાર gujrati મધ્ય પ્રદેશ: જબલપુરના બરગી ડૅમમાં 20 વર્ષ જૂનું ક્રૂઝ ડૂબ્યું, છનાં મૃત્યુ,...

મધ્ય પ્રદેશ: જબલપુરના બરગી ડૅમમાં 20 વર્ષ જૂનું ક્રૂઝ ડૂબ્યું, છનાં મૃત્યુ, ઘણા ગુમ – ન્યૂઝ અપડેટ

15
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત,  ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SHIV CHAUBEY

1 મે 2026, 07:47 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના બરગી ડૅમમાં ગુરુવારે એક મુસાફરો માટેનું ક્રૂઝ ડૂબવાને કારણે ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું 22 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, અને ઓછામાં ઓછા આઠ લોકો હજુ પણ ગુમ છે.

સીએસપી બરગી અંજુલ અયંક મિશ્રાએ જણાવ્યું, “અકસ્માત અચાનક ખરાબ થયેલા હવામાન અને ઝડપી તોફાન દરમિયાન થયું.”

તેમણે કહ્યું, “એનડીઆરએફ, એસડીઆરએફ, સૈન્યની એક ટીમ અને તંત્રના તમામ લોકો અહીં મોજૂદ છે અને બચાવકાર્યમાં લાગેલા છે.”

આ અકસ્માત ખમરિયા ટાપુ પાસે 30 એપ્રિલની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે થયો.

એ સમયે ક્રૂઝમાં લગભગ 35 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.

ક્રૂઝ પાઇલટ મહેશે દાવો કર્યો કે પાછલાં દસ વર્ષથી તેઓ ક્રૂઝ ચલાવી રહ્યા અને સંપૂર્ણપણે પ્રશિક્ષિત અને લાઇસન્સધારક છે.

ઇઝરાયલે ગાઝા માટે મદદ લઈ જઈ રહેલી 22 હોડીઓને રોકી, 175 ઍક્ટિવિસ્ટ કસ્ટડીમાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત,  ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Global Sumud Flotilla/Handout via REUTERS

પેલેસ્ટાઇન સમર્થક ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે ગાઝા માટે મદદ લઈને જઈ રહેલા એક ફ્લોટિલા (કાફલો)ની 22 હોડીઓને ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે આંતતરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઇઝરાયલનાં દળોએ રોકી લીધી છે.

ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા (જીએસએફ)ના આયોજકોએ આ કાર્યવાહીને ‘લૂંટ’ ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાઝાથી 965 કિમી કરતાં વધુ દૂર મોજૂદ લોકોને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવાયા.

ગાઝામાં ઇઝરાયલે નૌસૈનિક નાકાબંધી કરેલી છે.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે લગભગ 175 ઍક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ છે અને ફ્લોટિલાને ‘પીઆર સ્ટન્ટ’ ગણાવાયો છે. વિદેશમંત્રી ગિડિયન સારે કહ્યું કે તેમને ગુરુવાર બાદ ‘ગ્રીસના એક દરિયાકાંઠે ઉતારવામાં આવશે.’

જીએસએફના આંકડા પ્રમાણે, ફ્લોટિલાની અન્ય 36 હોડીઓમાંથી મોટા ભાગની હાલ ક્રીટના દક્ષિણ કાંઠાની પાસે છે.

આ ફ્લોટિલા બે અઠવાડિયાં પહેલાં રવાના થયો હતો. તેમાં કુલ 58 જહાજ, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીથી સામેલ થયાં હતાં. તેનો હેતુ ગાઝા પર ઇઝરાયલની નાકાબંધીને તોડવાનો હતો.

‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ પર ભાજપે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શો જવાબ આપ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, ગ્રેટ નિકોબાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અંદમાન અને નિકોબારના પ્રવાસે ગયેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે મીડિયા સાથે વાત કરતાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “તમારી જમીન તમારી પાસેથી આંચકવામાં આવી રહી છે અને એ ગૌતમ અદાણી અને બીજા મોટા બિઝનેસમૅનને અપાઈ રહી છે. ત્યાં ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ લાગુ નથી થઈ રહ્યો.”

તેમણે આગળ કહ્યું, “અહીં વસતા લોકો અને આદિવાસી સમુદાયોને યોગ્ય વળતર નથી મળી રહ્યું અને ચૂપચાપ ભારતનો વારસો છીનવાઈ રહ્યો છે.”

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે.

ભાજપે એક્સ પર લખ્યું, “ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના નથી, બલકે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. આ પ્રોજેક્ટ ન માત્ર અંદમાન-નિકોબારને વૈશ્વિક માનચિત્ર પર નવી ઓળખ આપશે, બલકે દેશની સુરક્ષા, વેપાર અને વિકાસને પણ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.”

“પરંતુ કૉંગ્રેસે ક્યારેય આવી દૂરંદેશીવાળા વિચાર નથી રજૂ કર્યા, અને રાહુલ ગાંધી તો અહીં વિદેશી એજન્ટ તરીકે આ પ્રોજેક્ટને રોકવા માટે આવ્યા હતા. જ્યારે મોદીજીના નેતૃત્વમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એક સંદેશ છે – મજબૂત અને વિકસિત ભારતનો.”

બુધવારે પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે દેશના લોકોને જણાવશે.

તેમણે કહ્યું, “દેશના લોકોને બતાવશું કે અહીં શું થઈ રહ્યું છે, અંદમાન-નિકોબારના લોકોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરીશું. અંદમાનમાં પાણીની સમસ્યા છે અને ઉપરાજ્યપાલ તરફથી ભ્રષ્ટાચાર પણ ખરો.તેઓ કોઈ રાજાની માફક છે; જે ઇચ્છે છે, એ જ કરે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS