Home તાજા સમાચાર gujrati મથુરામાં કથિત બાંગ્લાદેશી મૂળના 90 લોકોની અટકાયત કરવામાં આવી- ન્યૂઝ અપડેટ

મથુરામાં કથિત બાંગ્લાદેશી મૂળના 90 લોકોની અટકાયત કરવામાં આવી- ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

મથુરાના એસએસપી શ્લોકકુમારે જણાવ્યું કે અટકાયત કરવામાં આવેલા લોકોએ કબૂલાત કરી છે કે તેઓ બાંગ્લાદેશી મૂળના છે.

ઇમેજ સ્રોત, ANI

17 મે 2025, 07:06 IST

અપડેટેડ 4 મિનિટ પહેલા

ઉત્તર પ્રદેશના મથુરામાં કથિત બાંગ્લાદેશી મૂળના 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.

એસએસપી શ્લોકકુમારે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “નોહઝીલ થાણા દ્વારા ખાજપુર ગામમાં ભઠ્ઠા પર ચેકિંગ દરમિયાન 90 લોકોની જાણકારી મળી કે આ લોકો મૂળ બાંગ્લાદેશી છે. તમામની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.ठ

તેમણે જણાવ્યું કે અટકાયત કરવામાં આવેલા લોકો પૈકી 35 પુરુષ, 27 મહિલાઓ તથા 28 બાળકો છે.

એસએસપી મથુરાએ કહ્યું, “પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું કે તેઓ બાંગ્લાદેશી મૂળના છે અને ત્રણ-ચાર મહિના પહેલાં જ મથુરા પહોંચ્યા હતા. આ પહેલા તેઓ નજીકના વિસ્તારમાં રહેતા હતા.”

તેમણે વધુમાં કહ્યું, “વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓને પણ આ મામલે સૂચના આપી દેવામાં આવી છે. આ એજન્સીઓ પણ તેમની પૂછપરછ કરી રહી છે.”

ઇઝરાયલી હુમલામાં ગાઝામાં મરનારાની સંખ્યા વધીને 250 થઈ

ઇઝરાયલ, ગાઝા, હમાસ,બીબીસી

ઇમેજ સ્રોત, Khames Alrefi/Anadolu via Getty Images

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે ગાઝામાં નિયંત્રણ લેવાના ઉદ્દેશ્યથી એક નવું આક્રમણ શરૂ કર્યું છે. સેનાએ કહ્યું કે વ્યાપક હુમલાઓ કરવામાં આવ્યા છે અને સૈનિકોની તહેનાતી પણ કરવામાં આવી રહી છે.

ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ગુરુવારની સવારે ઇઝરાયલી હુમલામાં 250થી વધારે લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલે ઉત્તર ગાઝામાં પત્રિકાઓ ફેંકી છે. જેમાં પેલેસ્ટેનિયનોને વિસ્તાર છોડવાની આપીલ કરી છે.

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયલ હમાસ સામે પોતાની સૈન્ય કાર્યવાહી સખત કરવાની યોજનાની તૈયારી કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલી સેનાએ પોતાના હુમલાઓ સખત કરી દીધા છે. હમાસનું કહેવું છે કે માત્ર શુક્રવારે જ 100થી વધારે લોકોનાં મૃત્યુ થયાં. જોકે, ઇઝરાયલનું કહેવું છે કે તેણે ‘ડઝનો આતંકવાદી ઠેકાણાં’ઓને નિશાન બનાવ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટુર્કે ગાઝા પર ઇઝરાયલના વધી રહેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

યુક્રેન તરફથી લડી રહેલા ઑસ્ટ્રેલિયાઈ શિક્ષકને રશિયાએ જેલમાં નાખ્યા

રશિયા, યુક્રેન,યુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PROSECUTOR’S OFFICE OF THE LUHANSK PEOPLE’S REPUBLIC

રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન તરફથી લડી રહેલા ઑસ્ટ્રેલિયાઈ વ્યક્તિને રશિયાની સેનાએ પકડી લીધી હતી. રશિયા તરફથી નિયુક્ત કરવામાં આવેલા અભિયોજકોએ જણાવ્યું છે કે આ ઑસ્ટ્રેલિયાઈ વ્યક્તિને 13 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને તેને રશિયાની એક કડક સુરક્ષા ધરાવતી જેલમાં રાખવામાં આવશે.

33 વર્ષના ઑસ્કર જેનકિંગને શુક્રવારે પૂર્વ યુક્રેનમાં રશિયાની નિયંત્રિત અદાલતે “ભાડાના સૈનિક” તરીકે લડવાના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. જેનકિંગ મેલબર્નમાં એક શિક્ષક છે અને ગત વર્ષ તેમણે ડિસેમ્બરમાં લુહાન્સ્ક ક્ષેત્રમાંથી પકડવામાં આવ્યા હતા. અભિયોજકોએ જણાવ્યું કે ઑસ્કર નેજકિંગ ફેબ્રુઆરી, 2024માં યુક્રેન પહોંચ્યા હતા.

તેમના પર આ આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે રશિયાના સૈનિકો સામે સૈન્ય અભિયાનોમાં ભાગ લેવા માટે દર મહિનાના 6 લાખથી 8 લાખ રુબલની રકમ આપવામાં આવતી હતી.

પહેલી વખત નીરજ ચોપરાએ આ પરાક્રમ કરી દેખાડ્યું, પરંતુ તેઓ બીજા ક્રમે રહ્યા

નીરજ ચોપરા, ઑલિમ્પિયન, ભાલા ફેંક

ઇમેજ સ્રોત, KARIM JAAFAR/AFP via Getty Images

સતત બે વખક ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ શુક્રવારે દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરની દૂરી પાર કરી લીધી છે. તેમણે આ સિરીઝમાં 90.23 મીટરનો થ્રો કર્યો છે.

જોકે, આમ છતાં તેઓ પહેલા સ્થાન પર ન આવી શક્યા. જર્મનીના જૂલિયન વેબરથી તેઓ પાછળ રહ્યા અને તેમણે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું.

જર્મનીના જૂલિયન વેબરે 91.06 મીટરનો થ્રો કરીને પહેલા સ્થાન પર કબજો કર્યો. ભારતીય ઍથ્લીટ નીરજે તેમના ત્રીજા પ્રયાસમાં ભાલો 90.23 મીટર દૂર ફેંક્યો હતો. આ શાનદાર થ્રો સાથે તેઓ એ ભાલાફેંક યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે 90 મીટર કરતાં વધારે દૂર સુધી ભાલો ફેંક્યો હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS