Home તાજા સમાચાર gujrati ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ,...

ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ, ગુજરાતમાં ક્યારે પહોંચી શકે?

14
0

Source : BBC NEWS

ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ, ગુજરાતમાં ક્યારે પહોંચી શકે? ખેતર ખેતી ખેડૂત ખાતર પાણી વરસાદ હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત 15 મે 2026, 15:59 IST

અપડેટેડ 4 કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે.

કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.

હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.

ચોમાસું સૌથી પહેલાં આંદામાન – નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પર પહોંચે છે.

હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં ક્યારે આવશે?

ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ, ગુજરાતમાં ક્યારે પહોંચી શકે? ખેતર ખેતી ખેડૂત ખાતર પાણી વરસાદ હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં સૌપ્રથમ ચોમાસાની ઍન્ટ્રી આંદામાન અને નિકોબારના ટાપુઓ પર થાય છે, જે સાથે જ તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશ કરે છે. જે બાદ ચોમાસું આગળ વધે છે અને હિંદ મહાસાગરમાંથી થઈને અરબી સમુદ્રમાં પહોંચે છે.

અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે કેરળમાં તેનું આગમાન થાય છે, કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ અધિકારીક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકની અંદર ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુ, આંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં પહોંચી જાય તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.

હાલ બંગાળની ખાડીમાં એક વેલમાર્કડ લો-પ્રેશર એરિયા બનેલો છે અને એના કારણે ચોમાસાને મદદ મળી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે હવે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા નથી.

હાલની સ્થિતિ અને હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. જે બાદ જો સ્થિતિ અનુકૂળ રહી અને ચોમાસું તેની નિર્ધારિત ગતિથી આગળ વધે તો ગુજરાતમાં પણ તેનું વહેલું આગામાન થઈ શકે છે.

જોકે, કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ અને એ બાદ કેવી સ્થિતિઓ રહે છે તે બાદ જ ખરેખર નક્કી થઈ શકશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું કે સમયસર પહોંચશે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે.

2025માં પણ વહેલું શરૂ થયું હતું ચોમાસું

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS