Home તાજા સમાચાર gujrati બાંગ્લાદેશ : શું મોહમ્મદ યુનૂસ રાજીનામું આપવા પર કરી રહ્યા છે વિચાર?...

બાંગ્લાદેશ : શું મોહમ્મદ યુનૂસ રાજીનામું આપવા પર કરી રહ્યા છે વિચાર? – ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

બાંગ્લાદેશ, મોહમ્મદ યુનૂસ,બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

23 મે 2025, 06:41 IST

અપડેટેડ 48 મિનિટ પહેલા

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર મોહમ્મદ યુનૂસ રાજીનામું આપવા માટે વિચારી રહ્યા છે.

આ મામલાને લઈને વિદ્યાર્થી નેતા અને નૅશનલ સિટિઝન પાર્ટીના સંયોજક નાહિદ ઇસ્લામે મોહમ્મદ યુનૂસના નિવાસસ્થાન જમુના પર જઈને મુલાકાત કરી હતી.

નાહિદ ઇસ્લામે બીબીસીને જણાવ્યું, “અમે દેશની વર્તમાન સ્થિતિને લઈને સાહેબના રાજીનામાની ખબરો સાંભળતા હતા. મુખ્ય સલાહકારે ચિંતા વ્યક્ત કરી કે દેશની વર્તમાન સ્થિતિમાં તેઓ કામ નહીં કરી શકે.”

ઇસ્લામે જણાવ્યું, “તેમણે કહ્યું કે જો રાજનૈતિક પાર્ટી ઇચ્છે તો તેઓ અત્યારે જ રાજીનામું આપવા તૈયાર છે. જ્યાં સુધી તેમને આશ્વાસન નહીં મળે તેઓ શા માટે રોકાય. જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે કે બંધકો બનાવાઇ રહ્યા છે, હું આ પ્રકારે કામ નહીં કરી શકું.”

આ પહલાં પણ મોહમ્મદ યુનૂસે ઢાકામાં ઍડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી.

બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટીએ ગુરુવારે જ વચગાળાની સરકારના બે સલાહકારો મહફૂઝ આલમ અને આસિફ મહમૂદ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહમાનના રાજીનામાની અથવા તો તેમને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

ઇઝરાયલી દૂતાવાસમાં બે કર્મચારીઓની હત્યાના સંદિગ્ધને કોર્ટમાં હાજર કરાયા, પોલીસે શું કહ્યું?

અમેરિકા, ઇઝરાયલ હત્યા, દૂતાવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

વૉશિંગ્ટન ડીસીમાં એક યહૂદી સંગ્રહાલયની બહાર ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરનારા સંદિગ્ધ પર હત્યા ઉપરાંત હથિયાર રાખવા સંબંધીત આરોપો પણ લાગ્યા છે.

અમેરિકાના ઍટર્ની જીનિન પિરોએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે બુધવાર રાતના હુમલાની ધૃણા અપરાધના રૂપે તપાસ થઈ રહી છે. હજુ વધુ આરોપો લગાવી શકાય છે.

તેમણે ગુરુવારે કહ્યું કે “આ કેસ મૃત્યુદંડ આપવાને યોગ્ય છે.”

એફબીઆઈએ આ હત્યાને ‘યહૂદી સમુદાયના વિરુદ્ધ એક આંતકવાદી તથા નિર્દેશિત હિંસાનું કૃત્ય’ ગણાવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં કૅપિટલ યહૂદી સંગ્રહાલયના એક કાર્યક્રમમાં યારોન લિસ્ચિંસ્કી તથા સારા લિન મિલગ્રિમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે એમ પણ જણાવ્યું કે સંદિગ્ઘએ કાર્યક્રમની બહાર નીકળતા ચાર લોકો પર ગોળી ચલાવી હતી. જે પૈકી બેનાં મોત થયાં. પોલીસે સંદિગ્ધની ઓળખ શિકાગો નિવાસી 30 વર્ષીય એલિયાસ રોડ્રીગેઝના રૂપમાં કરી છે.

ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગાવી રોક

ટ્રમ્પ, હાર્વર્ડ, વિદ્યાર્થીઓ, પ્રવેશ પર રોક, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાથી બીબીસી સંવાદદાતા કાયલા એપસ્ટીન જણાવે છે કે ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના અધિકારને સમાપ્ત કરી દીધો છે. જેને કારણે અમેરિકાના પ્રશાસનનો હવે તેના સૌથી જૂની યુનિવર્સિટી સાથેનો સંઘર્ષ વધી ગયો છે.

અમેરિકાના ગૃહ સુરક્ષા મંત્રી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “પ્રશાસન હાર્વર્ડ દ્વારા કાયદાનું પાલન ન થવાને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો છે.”

તેમણે લખ્યું કે “આ દેશભરનાં તમામ વિશ્વવિદ્યાલયો તથા શૈક્ષણિક સંસ્થાનો માટે ચેતવણી સમાન છે.”

હાર્વર્ડ યુનિવર્સિટીએ એક નિવેદનમાં ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને ‘ગેરકાયદે’ ગણાવ્યો છે.

હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ પ્રશાસનને આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું, “અમે પોતાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોના પ્રવેશ આપવાની ક્ષમતા રાખવાના સંકલ્પ પર કાયમ છીએ, એ વિદ્યાર્થીઓ તથા વિદ્વાનો માટે કે જેઓ 140 દેશોથી અહીં આવે છે અને વિશ્વવિદ્યાલયને તથા આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે.”

હાર્વર્ડે વધુમાં કહ્યું, “અમે પોતાના સમુદાયના સભ્યોને માર્ગદર્શન અને સહાયતા આપવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ પ્રતિશોધાત્મક કાર્યવાહીથી હાર્વર્ડ સમુદાય ને આપણા દેશને ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ છે. આ હાર્વર્ડનાં શૈક્ષણિક તથા સંશોધનના મિશનને નબળું પાડવાનો પ્રયાસ છે.”

ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને કારણે હાર્વર્ડમાં અભ્યાસ કરનારા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેની અસર પડી શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે છેલ્લા શૈક્ષણિક વર્ષમાં છ હજાર સાતસોથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવ્યો હતો. આ સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 27 ટકા છે.

અમેરિકા: રહેણાક વિસ્તારમાં વિમાન ક્રૅશ, 2નાં મૃત્યુ

અમેરિકા, વિમાન દુર્ઘટનાગ્રસ્ત, અકસ્માત, બીબીસી ગુજરાતી, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના સૅન ડિયાગોમાં ગુરુવારે સવારે એક પ્લેન ક્રૅશ થઈ ગયું હતું, વિમાન રહેણાક વિસ્તારમાં પડ્યું જેને કારણે 2 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. જેમાં વિખ્યાત મ્યુઝિક એજન્ટ ડેવી શાપ્રિયોનું પણ મૃત્યુ થયું છે. જોકે, હજુ કેટલા લોકો હતાહત થયા છે તેની ચોક્ક્સ જાણકારી નથી મળી રહી.

આ વિમાન રહેણાક વિસ્તારમાં ઘણાં ઘરો સાથે ટકરાયું હતું. જેને કારણે ઘરોમાં આગ લાગી ગઈ. અધિકારીઓએ ઘણા લોકોને આ અકસ્માતમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે.

આ અકસ્માતમાં ઘણી ગાડીઓમાં પણ આગ લાગી ગઈ હતી. સ્થાનિક સમય પ્રમાણે આ ઘટના 3-45 પર ઘટી.

જણાવાય છે કે આ વિસ્તારમાં ધુમ્મસને કારણે આ વિમાન અકસ્માત થયો છે. જે વિમાન આ અકસ્માતનો શિકાર થયું તે સેસના 550 હતું, આ નાના વિમાનમાં 8થી 10 લોકો મુસાફરી કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS