Home તાજા સમાચાર gujrati દાંત સાફ કરતી વખતે બ્રશ ગળામાં કઈ રીતે ભરાઈ ગયું, જીવ કઈ...

દાંત સાફ કરતી વખતે બ્રશ ગળામાં કઈ રીતે ભરાઈ ગયું, જીવ કઈ રીતે બચાવાયો?

11
0

Source : BBC NEWS

પ્રેમલાલ, ઍક્સ-રે, બ્રશ ગળામાં ફસાઈ ગયું, વિચિત્ર ઘટના, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

    • લેેખક, તારકા સમ્માના
    • પદ, બીબીસી સંવાદદાતા
  • 9 ફેબ્રુઆરી 2026, 16:48 IST

    અપડેટેડ 6 કલાક પહેલા

દાંત બ્રશ કરવા એ ખૂબ સામાન્ય વાત છે. પરંતુ શ્રીલંકાના પ્રેમલાલ માટે આ ક્રિયા ખતરનાક સાબિત થઈ છે.

તેમણે તાત્કાલિક સર્જરી કરાવવી પડી.

પ્રેમલાલના ગળામાં ફસાઈ ગયેલા ટૂથબ્રશના ઉપરના ભાગને કાઢવા માટે ડૉક્ટરોએ જટિલ સર્જરી કરી અને તેમનો જીવ બચાવ્યો.

પ્રેમલાલે બીબીસીને જણાવ્યું કે, “દસ દિવસ પહેલાં બાથરૂમમાં દાંતે બ્રશ કરતા સમયે હું આકસ્મિક રીતે પડી ગયો. મારા મોંમાંના બ્રશના બે ટુકડા થઈ ગયા. જેમાંનો એક ભાગ મારા ગળામાં ફસાઈ ગયો. મેં તેને બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પણ તે બહાર ન નીકળ્યો ત્યારે મને તેની ખતરનાક ગંભીરતાનો અહેસાસ થયો.”

પ્રેમલાલે કહ્યું, “હું તાત્કાલિક નજીકની સરકારી હૉસ્પિટલમાં ગયો અને સ્થિતિ જણાવી. તેમણે તરત જ મને દરદી તરીકે દાખલ કરાવ્યો અને સારવાર શરૂ કરી.”

ગળું જકડાઈ ગયું

પ્રેમલાલ, ઍક્સ-રે, બ્રશ ગળામાં ફસાઈ ગયું, વિચિત્ર ઘટના, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

પ્રેમલાલે કહ્યું કે ડૉક્ટરોએ પહેલાં તેમના પેટ અને છાતીની તપાસ કરી, પરંતુ તેમને બ્રશનો કોઈ ભાગ ન મળ્યો.

જ્યારે ડૉક્ટરોએ તેમને કહ્યું કે સારવાર પૂરી થઈ ગયા પછી તેઓ હસ્તાક્ષર કરી શકે છે અને ઘરે જઈ શકે છે, એટલે તેઓ તેમના કહ્યા પ્રમાણે હૉસ્પિટલમાંથી જતા રહ્યા.

ઘરે પહોંચ્યાના એક કલાક પછી પ્રેમલાલને તેમનું ગળું કડક થઈ ગયું હોય તેવું લાગ્યું. તેઓ બીજી હૉસ્પિટલમાં ગયા અને પોતાની સ્થિતિ જણાવી. તેમણે ડૉક્ટરોને જણાવ્યું કે તેમના ગળામાં ખરાશ છે, ખાંસી છે અને થૂંકની સાથે લોહી આવે છે. ત્યાંના ડૉક્ટરોએ તેમને તાત્કાલિક એક્સ-રૅ કરાવવાની સલાહ આપી.

એક્સ-રૅમાં જોવા મળ્યું કે ટૂથબ્રશનો આગળનો ભાગ તેમના ગળામાં ફસાઈ ગયો હતો.

પ્રેમલાલે કહ્યું, “એક્સ-રૅમાં દેખાયું કે બ્રશનો આગળનો ભાગ ગળાની અંદર હતો. હું પહેલાં જે હૉસ્પિટલમાં ગયો હતો, ત્યાં મને જણાવાયું હતું કે પ્લાસ્ટિકની વસ્તુઓ એક્સ-રૅમાં નથી દેખાતી. પરંતુ અહીં તે એક્સ-રૅમાં જોવા મળી.”

મટ્ટારાઈથી ગાલે સુધી…

પ્રેમલાલ, ઍક્સ-રે, બ્રશ ગળામાં ફસાઈ ગયું, વિચિત્ર ઘટના, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

એક ડૉક્ટરની સલાહથી પ્રેમલાલ પોતાના પુત્રની સાથે મટ્ટારાઈથી ગાલેમાં ઇએનટી ડૉક્ટર અનિરુદ્ધ વિક્રમસિંઘે પાસે ગયા.

જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ડૉક્ટર અનિરુદ્ધ ત્યાં નહોતા એટલે પ્રેમલાલ નિરાશ થયા હતા.

પ્રેમલાલે કહ્યું, “પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મેડિકલ સ્ટાફે તરત જ મારો એક્સ-રૅ અને મેડિકલ રિપોર્ટ કાઢી મને દાખલ કરી દીધો.”

ગળામાં બ્રશ ફસાયું હોવા છતાં પ્રેમલાલ સામાન્ય રીતે બોલતા હતા

પ્રેમલાલ, ઍક્સ-રે, બ્રશ ગળામાં ફસાઈ ગયું, વિચિત્ર ઘટના, શ્રીલંકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગાલે નૅશનલ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા પ્રેમલાલની સવારે 9 વાગ્યે ડૉ. અનિરુદ્ધની દેખરેખ હેઠળ એન્ડૉસ્કોપી કરવામાં આવી. તેઓ તૂટેલા બ્રશના આગળના ભાગને ઓળખી ન શક્યા.

પ્રેમલાલે ડૉક્ટરને જણાવ્યું કે થોડીક વાર માટે દુખાવો ઓછો થઈ ગયો હતો અને તેઓ સામાન્ય રીતે બોલી શકતા હતા. પરંતુ થોડીક વાર પછી જૂનાં લક્ષણો ફરી દેખાવા લાગ્યાં અને ગળામાંથી ફરી લોહી નીકળવા લાગ્યું.

ડૉ. અનિરુદ્ધની સલાહથી ફરીથી પ્રેમલાલનો એક્સ-રૅ કરાયો. ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે બ્રશનો તૂટેલો ભાગ ગળાની અંદર હતો. તેમણે સીટી સ્કૅન પણ કરાવ્યું. જોકે, પ્રેમલાલને સામાન્ય રીતે વાતચીત કરતા અને ખાતા જોઈને ડૉક્ટરોને આશ્ચર્ય થયું.

પછી પ્રેમલાલના ગળાની સર્જરી કરવામાં આવી.

પ્રેમલાલે યાદ કરતાં કહ્યું, “ડૉક્ટરોએ મને જણાવ્યું કે શ્રીલંકામાં આ પ્રકારની ઘટના ક્યાંય નથી બની. તેમણે કહ્યું કે તે ખૂબ જીવલેણ હતું.”

તેમણે ઉમેર્યું, “ઑપરેશન સવારે 11.45 વાગ્યે સફળતાપૂર્વક પૂરું થયું. મને ઑપરેટિંગ રૂમમાંથી ઇન્સેન્ટિવ કેર યુનિટમાં લઈ જવાયો. મારી પાસે હજુ પણ ટૂથબ્રશનો તૂટેલો ભાગ છે.”

‘નાની વસ્તુઓ ઘાતક થઈ શકે છે’

પ્રેમલાલ એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા.

પ્રેમલાલે બીબીસીને જણાવ્યું કે, “વ્યસ્ત શેડ્યૂલમાં, એટલે સુધી કે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ કરીએ છીએ, જે જીવલેણ બની શકે છે. હું ઇચ્છું છું કે માત્ર શ્રીલંકામાં જ નહીં, પણ વિશ્વના જુદા જુદા ભાગોમાં વ્યસ્ત રહેતા લોકો માટે આ એક ઉદાહરણ બને.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS