Home તાજા સમાચાર gujrati ટ્રમ્પના યુદ્ધવિરામ વધારવાના નિર્ણય પર ઈરાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પના યુદ્ધવિરામ વધારવાના નિર્ણય પર ઈરાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

15
0

Source : BBC NEWS

ટ્રમ્પના યુદ્ધવિરામ વધારવાના નિર્ણય પર ઈરાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

22 એપ્રિલ 2026, 07:01 IST

અપડેટેડ 2 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે ટ્રમ્પના યુદ્ધવિરામ સાથે જોડાયેલા નવા ઍલાન પર સંદેહ વ્યક્ત કર્યો છે.

મોહમ્મદ બગર ગાલિબાફના સલાહકાર મહદી મોહમ્મદીએ કહ્યું છે કે ટ્રમ્પનો યુદ્ધવિરામ વધારવાનો નિર્ણય “કોઈ કામનો નથી.”

મહદી મોહમ્મદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “હારનારો પક્ષ શરત નક્કી નહીં કરી શકે. ઘેરાબંધી કરવી એ બૉમ્બમારાથી અલગ નથી. તથા તેનો જવાબ સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે.”

તેમણે લખ્યું, “ટ્રમ્પે યુદ્ધવિરામ એટલા માટે વધાર્યો છે કારણકે અચાનક હુમલો કરવાની તૈયારી કરી શકે. હવે સમય આવી ગયો છે કે ઈરાન તેની પહેલ કરે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 એપ્રિલને યુદ્ધવિરામની સમયસીમાને અનિશ્ચિતકાળ સુધી વધારી દીધી છે. ટ્રમ્પનું કહેવું છે કે તેણે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તથી ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તેની માંગ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને આગળ વધાર્યો, પાકિસ્તાન વિશે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને આગળ વધાર્યો, પાકિસ્તાન વિશે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Daniel Heuer/Bloomberg via Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને આગળ વધાર્યો છે. જોકે, તેમણે કહ્યું છે કે નાકાબંધી ચાલુ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, “ઈરાનની સરકાર અંદરખાને વહેંચાયેલી છે. જેવી કે આશા હતી. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફે માંગ કરી છે કે ઈરાન પર હુમલો ત્યાં સુધી રોકવામાં આવે જ્યાં સુધી તેના નેતા અને પ્રતિનિધિ એક પ્રસ્તાવ લઈને નહીં આવે.”

ટ્રમ્પે લખ્યું, “તેથી મેં મારી સેનાને આદેશ આપ્યો છે કે નાકાબંધી જારી રહેશે અને અન્ય મામલે તેઓ તૈયાર રહે. યુદ્ધવિરામને ત્યાં સુધી વધારાશે જ્યાં સુધી તેમનો પ્રસ્તાવ સામે નહીં આવે અને વાતચીત પૂર્ણ નહીં થાય. પછી પરિણામ જે પણ હોય.”

વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન યાત્રા રદ કરી દેવામાં આવી છે.

વેન્સ આ મહિનામાં બીજી વખત ઇસ્લામાબાદ જવાના હતા. તેઓ બુધવારે ત્યાં પહોંચવાના હતા જેથી ઈરાની અધિકારીઓ સાથેની સમજૂતીને આખરી ઓપ આપવામાં આવે.

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, પાકિસ્તાન, ઈરાન

ઇમેજ સ્રોત, Harun Ozalp/Anadolu via Getty Images

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ ખતમ થવાથી ઠીક પહેલાં તેને અનિશ્ચિત સમય સુધી વધારી દેવાનું ઍલાન કર્યું. આ અંગે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “હું દિલથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે અમારી વિનંતી માનીને યુદ્ધવિરામને આગળ વધાર્યો, જેથી કૂટનીતિક કોશિશો આગળ વધી શકે.”

શરીફે કહ્યું, “પાકિસ્તાન વિશ્વાસ સાથે વાતચીત મારફતે ઉકેલ લાવવાના પ્રયાસ ચાલુ રાખશે. મને આશા છે કે બંને પક્ષ યુદ્ધવિરામનું પાલન કરશે અને ઇસ્લામાબાદમાં થનારી બીજા તબક્કાની વાતચીતમાં એક સ્થાયી ‘શાંતિ સમાધાન’ કરી શકશે, જેનાથી સંઘર્ષનો હંમેશાં માટે અંત આણી શકાય.”

જોકે, પીએમ શહબાઝ શરીફે એ વાતના કોઈ સ્પષ્ટ સંકેત ન આપ્યા કે ઇસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત ક્યારે થશે.

આ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો હતો, કારણ કે ઈરાન વાતચીત માટે તૈયાર નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS