Home તાજા સમાચાર gujrati ટી20 વર્લ્ડકપમાં હજુ સુધી જેમને કોઈ આઉટ નથી કરી શક્યું, તે ઝિમ્બાબ્વેના...

ટી20 વર્લ્ડકપમાં હજુ સુધી જેમને કોઈ આઉટ નથી કરી શક્યું, તે ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટ કોણ છે?

20
0

Source : BBC NEWS

ટી20 વિશ્વકપ 2026, શ્રીલંકા ઝિમ્બાબ્વે બ્રાયન બેનેટ ઉલટફેર બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

20 ફેબ્રુઆરી 2026, 09:41 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ઝિમ્બાબ્વેનું આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપ 2026માં જબરદસ્ત પ્રદર્શન યથાવત્ છે. ટી20 વિશ્વકપમાં વધુ એક ઊલટફેર જોવા મળ્યો.

ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને 6 વિકેટે પરાજિત કરીને એ બતાવી દીધું છે કે કોઈ પણ ટીમ તેને નબળી ટીમ માનવાની કોશિશ ન કરે.

આ પહેલાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયા અને ઓમાન સામે પણ જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વેના આ શાનદાર ખેલમાં બ્રાયન બેનેટ સ્ટાર બનીને ઊભર્યા છે.

પોતાની લીગ મૅચમાં સૌથી પહેલાં ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવીને પહેલો ઊલટફેર કર્યો હતો જ્યારે કે હવે તેણે શ્રીલંકાને હરાવીને આ વિશ્વકપનો બીજો ઊલટફેર નોંધાવ્યો છે.

ઝિમ્બાબ્વેએ ગુરુવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું.

આ મુકાબલામાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેની સામે જીત માટે 179 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ઝિમ્બાબ્વેએ 19.3 ઓવરમાં હાંસલ કરી દીધું.

ઝિમ્બાબ્વેએ ગ્રૂપ-બીમાં ત્રણ મૅચ જીતી છે. જ્યારે કે એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ઝિમ્બાબ્વે સાત અંક સાથે પોતાના ગ્રૂપમાં ટૉપ પર રહ્યું, તે હવે સુપર-8 મુકાબલામાં ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સામનો કરશે.

‘મિસ્ટર નૉટઆઉટ’ બ્રાયન બેનેટ કોણ છે?

ટી20 વિશ્વકપ 2026, શ્રીલંકા ઝિમ્બાબ્વે બ્રાયન બેનેટ ઉલટફેર બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઝિમ્બાબ્વેની આ જીતમાં બૅટ્સમૅન બ્રાયન બેનેટની મહત્ત્વની ભૂમિકા રહી છે.

બેનેટે 48 બૉલમાં 63 રન બનાવ્યા અને અંત સુધી આઉટ નહોતા થયા. જેમાં 8 ચોક્કા પણ સામેલ હતા.

બેનેટે એક બાજુથી બાજી સંભાળી રાખી. જેને કારણે ઝિમ્બાબ્વેના બાકીના બૅટ્સમૅનો પર વધારે દબાણ નહોતું ઊભું થયું.

બેનેટે આ પહેલાં પણ ઑસ્ટ્રેલિયા અને ઓમાન સામેની મૅચમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઑસ્ટ્રેલિયા સામે તેમણે 64 રન ફટકાર્યા હતા અને નૉટઆઉટ રહ્યા જ્યારે કે ઓમાનની સામે તેમણે 48 રન બનાવ્યા હતા અને તેમાં પણ તેઓ આઉટ નહોતા થયા.

એટલે કહેવાનો અર્થ એ છે કે હાલ ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં બ્રાયન બેનેટને કોઈ આઉટ નથી કરી શક્યું, તેઓ ત્રણેય મૅચમાં નૉટઆઉટ રહ્યા છે.

અંડર-19 વિશ્વકપમાં 45.50ની એવરેજથી 273 રન

ટી20 વિશ્વકપ 2026, શ્રીલંકા ઝિમ્બાબ્વે બ્રાયન બેનેટ ઉલટફેર બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રાયન બેનેટ હાલના જમાનામાં ઝિમ્બાબ્વેના બહેતરીન ક્રિકેટરોમાં સામેલ છે.

વર્ષ 2022માં રમાયેલા અંડર-19 વિશ્વકપમાં બેનેટે ઝિમ્બાબ્વે માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેમણે છ મૅચોમાં 45.50ની એવરેજથી 273 રન બનાવ્યા અને તેઓ ટીમના સૌથી સફળ બૅટ્સમૅન રહ્યા.

આ જ પ્રદર્શનને કારણે તેમને સિનિયર સ્તર પર આગળ વધવાની તક મળી. બેનેટે માત્ર દસ જ મહિનામાં માઉન્ટેનિયર્સ માટે ફર્સ્ટ ક્લાસ ડૅબ્યૂ કર્યું.

તેઓ સ્પેન્સર મૅગોડોની જગ્યાએ કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે ટીમમાં સામેલ થયા.

ફેબ્રુઆરી 2023માં તેમણે ટી20 મૅચમાં ડૅબ્યૂ કર્યું. જેમાં તેમણે પહેલી ઇનિંગમાં જ 41 રનની પારી રમીને પ્રભાવનો પરચો આપી દીધો.

ત્યાર બાદ તેમનો ગ્રાફ ઝડપથી ઉપર વધતો રહ્યો. દસ મહિનામાં સિનિયર ટીમમાં તેમને તક મળી.

બેનેટે પોતાનું ઇન્ટરનૅશનલ ડૅબ્યૂ 7મી ડિસેમ્બર, 2023ના રોજ આયર્લૅન્ડની સામે કર્યું હતું.

બેનેટના જોડિયા ભાઈ પણ ક્રિકેટર

ટી20 વિશ્વકપ 2026, શ્રીલંકા ઝિમ્બાબ્વે બ્રાયન બેનેટ ઉલટફેર બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

મે 2024માં બાંગ્લાદેશ સામે પાંચમી ટી20 મૅચમાં બ્રાયન બેનેટે 49 બૉલમાં 70 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે તેમના ઇન્ટરનૅશનલ કૅરિયરની પહેલી અર્ધસદી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેદાનમાં પણ બેનેટે જલદી પોતાની અલગ છબિ બનાવી. પોતાની પાંચમી મૅચમાં જ તેમણે સદી ફટકારી.

ફેબ્રુઆરી 2024માં તો તેમણે ઇગલ્સ ટીમની સામે 264 રનની અણનમ પારી રમી. 259 બૉલમાં તેમણે 33 ચોક્કા અને 3 છક્કા ફટકારીને તેમણે આ ડબલ સદીની ઇનિંગ રમી હતી.

આ જ પ્રદર્શનના આધારે તેમને જુલાઈ 2024માં આયર્લૅન્ડની સામે એકમાત્ર ટેસ્ટ મૅચમાં પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

બેનેટના જોડીયા ભાઈ ડૅવિડ બેનેટ પણ 2022 અંડર-19 વર્લ્ડકપની ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. બંને ભાઈઓએ સાથે મળીને ઝિમ્બાબ્વેની જૂનિયર ક્રિકેટ ટીમમાં અલગ ઓળખ મેળવી.

ઝિમ્બાબવેની શાનદાર શરૂઆત થઈ

ટી20 વિશ્વકપ 2026, શ્રીલંકા ઝિમ્બાબ્વે બ્રાયન બેનેટ ઉલટફેર બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

22 વર્ષના બ્રાયન બેનેટે ઝિમ્બાબ્વે માટે અત્યાર સુધી 11 ટેસ્ટ, 11 વન-ડે અને 55 ટી20 ઇન્ટરનૅશનલ મુકાબલા રમ્યા છે.

ટેસ્ટ મૅચમાં બેનેટે 29.94ની એવરેજથી 509 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને બે અર્ધસદી સામેલ છે.

વન-ડે ક્રિકેટમાં તેમણે 31.63 રનની ઍવરેજથી 348 રન ફટકાર્યા છે. જેમાં એક સદી સામેલ છે.

ટી20 ઇન્ટરનૅશનલમાં બેનેટે એક સદી અને 11 અર્ધસદીની મદદથી 1771 રન બનાવ્યા છે.

ટી20માં તેમની એવરેજ 35.42 તથા સ્ટ્રાઇક રેટ 143.16 છે. બેનેટે પોતાની ઑફ સ્પિન બૉલિંગથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 12 વિકેટ પણ ઝડપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS