Home તાજા સમાચાર gujrati ‘જ્યારે દલિતો ખ્રિસ્તી ધર્મ અપનાવે, ત્યારે તેમનો અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત...

‘જ્યારે દલિતો ખ્રિસ્તી ધર્મ અપનાવે, ત્યારે તેમનો અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થાય છે’, સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

15
0

Source : BBC NEWS

દલિત ઈસાઈને અનામતનો લાભ મળે, દલિત અત્યાચાર, પોલીસ કેસ, એસસી-એસટી એટ્રોસિટી એક્ટની જોગવાઈ, બૌદ્ધ શીખ અને હિંદુ દલિત, સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

25 માર્ચ 2026, 15:34 IST

અપડેટેડ 6 કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના દરજ્જા અંગે મંગળવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના બે જજોની ખંડપીઠે ઠેરવ્યું હતું કે જો અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને ઈસાઈ ધર્મનો અંગીકાર કરે તો તે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ કોઈ કાર્યવાહી કરી ન શકે.

આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે બહાલ રાખ્યો હતો. આંધ્ર પ્રદેશની ઉચ્ચ અદાલતે તેના ચુકાદામાં કહ્યું હતું, “જો કોઈ વ્યક્તિ ઈસાઈ ધર્મનો અંગીકાર કરી લે અને તેનું અનુસરણ કરતી હોય, તો તેને અનુસૂચિત જાતિના સભ્ય ન માની શકાય.”

જાણીએ કે આ ચુકાદો શું હતો તથા તેનો શું અર્થ નીકળે.

શું છે કેસ?

દલિત ઈસાઈને અનામતનો લાભ મળે, દલિત અત્યાચાર, પોલીસ કેસ, એસસી-એસટી એટ્રોસિટી એક્ટની જોગવાઈ, બૌદ્ધ શીખ અને હિંદુ દલિત, સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ચિંથડા આનંદ નામના પાદરીએ ફરિયાદ કરી હતી કે કેટલાક શખ્સોએ ડિસેમ્બર-2020માં તેમને જાતિસૂચક ગાળો ભાંડી હતી.

ચિંથડા આનંદે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે તેઓ રવિવારે પોતાના ઘરે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોએ તેમની સાથે મારઝૂડ કરી હતી.

ચિંથડા આનંદનું કહેવું હતું કે તેઓ મડિગા જાતિના છે, જે અનુસૂચિત જાતિ છે. એટલે તેમણે એસસી/એસટી ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

જોકે, આરોપીઓનું કહેવું હતું કે ચિંથડા આનંદ વર્ષોથી ઈસાઈ ધર્મનું અનુસરણ કરે છે, એટલે તેઓ અનુસૂચિત જાતિને અત્યાચારથી બચાવનારા કાયદા હેઠળ ફરિયાદ દાખલ ન કરાવી શકે.

આ દલીલ સાથે આરોપીઓએ આનંદની ફરિયાદ વિરુદ્ધ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એપ્રિલ-2025માં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે આના વિશે ચુકાદો આપ્યો હતો.

ઉચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે માત્ર અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિ જ આ કાયદા હેઠળ કેસ દાખલ કરાવી શકે છે. અદાલતે કહ્યું હતું કે ફરિયાદ કરનાર વ્યક્તિ ગત 10 વર્ષથી ઈસાઈ ધર્મનું પાલન કરે છે.

કોર્ટે કહ્યું હતું કે ઈસાઈ ધર્મમાં જાતિ નથી હોતી. એટલે ખ્રિસ્તી ધર્મના પાદરી આ કાયદાનો આશરો ન લઈ શકે. આ આધાર ઉપર ઉચ્ચ અદાલતે કેસને ફગાવી દીધો હતો.

સુપ્રીમ કોર્ટમાં કેસ કેવી રીતે પહોંચ્યો?

દલિત ઈસાઈને અનામતનો લાભ મળે, દલિત અત્યાચાર, પોલીસ કેસ, એસસી-એસટી એટ્રોસિટી એક્ટની જોગવાઈ, બૌદ્ધ શીખ અને હિંદુ દલિત, સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ચિંથડા આનંદે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

તેમણે કહ્યું હતું કે વ્યક્તિની જાતિ તેના જન્મથી નક્કી થાય છે. તેમનો તર્ક હતો કે ધર્મપરિવર્તન કરવાને કારણે તેમની સામાજિક ઓળખ તથા જાતિ સાથે થયેલો ઐતિહાસિક ભેદભાવ દૂર નથી થતો.

બીજી બાજુ, બચાવપક્ષનું કહેવું હતું કે હાઇકોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો છે. ઈસાઈ ધર્મની કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિના કાયદા હેઠળ કાર્યવાહી ન કરી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્ષ 1950ના બંધારણીય આદેશમાં લખેલું છે કે માત્ર હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મના લોકો જ અનુસૂચિત જાતિની શ્રેણી હેઠળ આવરી શકાય.

કોર્ટે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ હિંદુ ધર્મ ત્યજીને ઈસાઈ ધર્મ અપનાવી લે, તો તે અનુસૂચિત જાતિ હેઠળ ન આવી શકે.

અદાલતે કહ્યું કે અરજદાર લગભગ એક દાયકાથી ખ્રિસ્તી ધર્મ પાળે છે, એ વાતમાં કોઈ સંદેહ નથી.

એટલે તેઓ પોતાને અનુસૂચિત જાતિના જણાવી ન શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આથી તેઓ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાનો લાભ ન લઈ શકે.

1950માં બંધારણીય ચુકાદા પછી એ જાતિઓની યાદી આપવામાં આવી હતી, જે અનામતનો લાભ લઈ શકે છે.

કોર્ટે કહ્યું હતું, “જે લોકો આ બંધારણીય ચુકાદા હેઠળ નથી આવતા, તેઓ અનુસૂચિત જાતિને આપવામાં આવેલા કાયદેસરના લાભ, અનામત કે અન્ય લાભ ન લઈ શકે.”

આનાથી શું અસર પડશે?

સર્વોચ્ચ અદાલત સામે એકમાત્ર સવાલ એ હતો કે શું કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્ચાચાર નિવારણ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકે કે નહીં. સર્વોચ્ચ અદાલતનું કહેવું હતું કે આવું કરી ન શકાય.

એસસી કે એસટી સમુદાયની કોઈ વ્યક્તિ હિંદુ, બૌદ્ધ કે શીખ ધર્મ ત્યજ્યા બાદ અનામત વગેરે લાભ લઈ શકે કે નહીં? આ મુદ્દો સમયાંતરે ચર્ચાતો રહ્યો છે. જોકે તાજેતરના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આ અંગે સવાલ ઊભો નહોતો થયો.

હાલમાં હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ ત્યજી દેનાર વ્યક્તિઓને અનુસૂચિત જાતિના લાભ નથી મળતા.

વર્ષ 2016માં કેન્દ્ર સરકારે એક પ્રેસ વિજ્ઞપ્તી બહાર પાડીને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ પાળનાર અનુસૂચિત જાતિના લોકોને અન્ય પછાત વર્ગની શ્રેણી હેઠળ લાભ મળે છે.

અનુસૂચિત જાતિની શ્રેણી હેઠળ બીજા કેટલાક લાભ પણ મળે છે. જેમાં અત્યાચાર સામે વિશેષ કાયદા હેઠળ સુરક્ષા, સંસદમાં અનામત વગેરે સામેલ છે.

સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ અનેક ચુકાદામાં ઠેરવ્યું છે કે માત્ર હિંદુ, શીખ તથા બૌદ્ધ ધર્મના લોકો જ અનુસૂચિત જાતિની શ્રેણી હેઠળ આવે છે. મંગળવારનો ચુકાદો આપતી વેળાએ પણ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાઓનો આધાર લીધો હતો.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS