Source : BBC NEWS
ગુજરાતનાં આ ગામોની મહિલાઓનું જીવન ગોબર ગૅસે કેવી રીતે બદલ્યું?
એક કલાક પહેલા
ગુજરાતના કેટલાક જિલ્લામાં લોકો ગોબર ગૅસ પ્લાન્ટના માધ્યમથી ઘરે જ રસોઈનો ગૅસ બનાવી રહ્યા છે.
બનાસકાંઠા પછી દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં પણ ગોબર ગૅસ પ્લાન્ટના કારણે લોકો રાંધણ ગૅસ મામલે આત્મનિર્ભર થયા છે.
સુરતની જાણીતી સુમુલ ડેરીના સહયોગથી સુરત અને તાપી જિલ્લામાં ડેરીના સભાસદોને આ પ્રોજેક્ટનો લાભ અપાઈ રહ્યો છે. ગોબર ગૅસ પ્લાન્ટનો લાભ લેનારા પરિવારોને કેટલા લાભ થયા છે અને લાભાર્થી મહિલાઓનું જીવન પહેલાં કરતાં કેટલું બદલાયું છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



