Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Dave Chan / AFP) (Photo by DAVE CHAN/AFP via Getty Images)
અપડેટેડ 41 મિનિટ પહેલા
કૅનેડાના પબ્લિક બ્રૉડકાસ્ટર સીબીસી ન્યૂઝ અનુસાર દેશની સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીને બહુમત મળે તેવી સંભાવના છે.
સીબીસી ન્યૂઝે કહ્યું છે કે 343 બેઠકો ધરાવતી કૅનેડાની સંસદમાં પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે કે નહીં તે કહેવું અસ્પષ્ટ છે.
લિબરલ પાર્ટીને બહુમતના આસાર મળતા પાર્ટીના સમર્થકોમાં જોશ દેખાય છે.
બીબીસી સંવાદદાતા એન્થની ઝર્કરને લાગે છે કે લિબરલ પાર્ટીની જીતમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો પણ હાથ છે. તેમના કહેવા પ્રમાણે ટ્રમ્પે વારંવાર કૅનેડાને ઉશ્કેર્યું અને તેને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું કહ્યું જેથી કૅનેડાના મતદાતાઓ એક થઈ ગયા.
કૅનેડાની ચૂંટણી : મતગણતરી શરૂ થઈ, લિબરલ અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે ટક્કર

અમેરિકા સાથે ટેરિફ વૉરમાં ફસાયેલા કૅનેડામાં સામાન્ય ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીનાં પરિણામ નક્કી કરશે કે કૅનેડાના હવે પછીના વડા પ્રધાન કોણ હશે?
આ સમયે મતદાન આખરી ચરણમાં છે, સાથે વલણ આવવાનું શરૂ થઈ ગયું છે. કૅનેડાની ચૂંટણીમાં મુખ્ય ટક્કર લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે છે.
બે મુખ્ય પાર્ટીઓ ઉપરાંત બ્લૉક ક્યૂબેકૉઇસ, એનડીપી(ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી) અને ગ્રીન પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે.
કૅનેડાના સરકારી બ્રૉડકાસ્ટર સીબીસી ન્યૂઝ પ્રમાણે શરૂઆતી વલણોમાં લિબરલ પાર્ટી 19 બેઠકો પર આગળ ચાલી રહી છે.
6 બેઠકો પર બઢત સાથે કન્ઝર્વેટિવ પાર્ટી બીજા સ્થાને છે. કૅનેડાની હાઉસ ઑફ કૉમન્સમાં 343 બેઠકો છે. ગત સંસદમાં 153 બેઠકો સાથે લિબરલ પાર્ટી સૌથી મોટી પાર્ટી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS