Home તાજા સમાચાર gujrati ઍપસ્ટીન ફાઇલ: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી વિશે અત્યાર સુધીમાં શું-શું સામે આવ્યું?

ઍપસ્ટીન ફાઇલ: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી વિશે અત્યાર સુધીમાં શું-શું સામે આવ્યું?

16
0

Source : BBC NEWS

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં જ વિપક્ષી સાંસદોએ સંસદભવન પરિસરમાં મકર દ્વારની બહાર પ્રદર્શન કર્યું. તેઓ ‘ઍપસ્ટીન ફાઇલ’માં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ આવવા અને જાતીય શોષણના ગુનેગાર જેફરી ઍપસ્ટીનને મળવા બદલ તેમના રાજીનામાની માગ કરતા હતા.

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે તાજેતરમાં જ ઍપસ્ટીન સાથે જોડાયેલી ફાઇલ્સ જાહેર કરી છે.

ઍપસ્ટીન ફાઇલમાંથી જાણવા મળે છે કે હરદીપસિંહ પુરી અને જેફરી ઍપસ્ટીન વચ્ચે 2014 અને 2015 દરમિયાન ઇમેલ દ્વારા ઘણી વાર વાતચીત થઈ હતી.

એ મુદ્દે પણ સવાલ થઈ રહ્યા છે કે જ્યારે ઍપસ્ટીનને વર્ષ 2008માં જ જાતીય શોષણના ગુનાઓ માટે સજા મળી ચૂકી હતી, તો ત્યાર પછી પણ હરદીપસિંહ પુરી જેફરી ઍપસ્ટીનના સંપર્કમાં કેમ હતા?

હરદીપસિંહ પુરીનું કહેવું છે કે તેમને ઍપસ્ટીનની ગુનાખોર પ્રવૃત્તિઓ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી.

આ સંબંધમાં બીબીસીએ ઍપસ્ટીન ફાઇલનું વિશ્લેષણ કરીને એ જાણવાની કોશિશ કરી છે કે તેમાં એવું શું છે, જેને વાંધાજનક કહેવાઈ રહ્યું છે.

તેના માટે ઍપસ્ટીન ફાઇલમાંના એ ઇમેલ્સને વ્યવસ્થિત રીતે વાંચવા જરૂરી છે જેના કારણે હરદીપસિંહ પુરીનું નામ વિવાદમાં છે.

અમે અહીં આ ઇમેલ્સમાં લખેલી વાતોના એ ભાગોને રજૂ કરી રહ્યા છીએ, જેનાથી જાણવા મળે છે કે તેમની વચ્ચે કેવી વાતચીત થતી હતી.

‘બીજી કોઈ સલાહ’

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

18 જૂન 2014

રીડ હૉફમૅન એક અમેરિકન ઇન્ટરનેટ ઉદ્યોગસાહસિક અને લિંક્ડઇનના સહ-સ્થાપક છે. જેફરી ઍપસ્ટીને હરદીપસિંહને એક ઇમેલ લખ્યો, “… ટેર્જે સાથે મારી વાત થઈ. રીડ હૉફમૅન ભારત આવવા માટે તૈયાર છે.”

23 જૂન 2014

ઍપસ્ટીનના 18 જૂનના ઇમેલના જવાબમાં હરદીપસિંહ પુરીએ લખ્યું, “રીડ હૉફમૅનની યાત્રા માટે સહાયતા/સુવિધા આપવામાં મને આનંદ થશે.”

24 સપ્ટેમ્બર 2014

ઍપસ્ટીને રીડ હૉફમૅન અને હરદીપસિંહ પુરીનો એકબીજા સાથે પરિચય કરાવતાં એક ઇમેલમાં લખ્યું, “રીડ, ભારતમાં હરદીપ જ તમારા (મદદગાર) વ્યક્તિ છે.”

25 સપ્ટેમ્બર 2014

રીડ હૉફમૅને 24 સપ્ટેમ્બરના આ ઇમેલના જવાબમાં લખ્યું, “હરદીપ: તમને મળીને ખૂબ સારું લાગ્યું. જેફરીની લોકોની પસંદગી ખૂબ સારી છે (હું અપવાદ છું).”

25 સપ્ટેમ્બર 2014એ જ આ ઇમેલનો જવાબ આપતાં હરદીપ પુરીએ લખ્યું, “લોકો માટેની જેફરીની સમજ વિશે મને કશી શંકા નથી. તેમની ‘ઇંસ્ટિંક્ટ્સ’ (લોકોને ઓળખવાની અને સમજવાની ક્ષમતા) તો વધારે સારી છે.”

4 ઑક્ટોબર 2014

ઍપસ્ટીને હરદીપસિંહ પુરીને પૂછ્યું, “શું રીડ સાથે મીટિંગ થઈ?”

તેના જવાબમાં 4 ઑક્ટોબરે જ હરદીપસિંહ પુરીએ લખ્યું, “હું આજે બપોરે એક મીટિંગ માટે એસએફ (સાન ફ્રાન્સિસ્કો)માં છું. તમે, મારા મિત્ર, સાચે જ કામ કરાવી લો છો.”

“બીજી કોઈ સલાહ?”

ઍપસ્ટીને 4 ઑક્ટોબરે જ આપેલા જવાબમાં લખ્યું, “તેમને જણાવો કે વિજ્ઞાન અને ટેકનૉલૉજી સાથે જોડાયેલા લોકો અને સોશિયલ નેટવર્કિંગ ગુરુઓને મળવા માટે તમે તેમની ભારતયાત્રાની વ્યવસ્થા કરશો.”

વિઝાની વ્યવસ્થા

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

11 ઑક્ટોબર 2014

ઍપસ્ટીને હૉફમૅનને એક ઇમેલમાં પૂછ્યું, “શું તમને હરદીપ ઉપયોગી લાગ્યા?”

તેના જવાબમાં 12 ઑક્ટોબર 2014એ રીડ હૉફમૅને લખ્યું, “કૉમ્પ્લિકેટેડ (જટિલ કે ગૂંચવાયેલા).”

24 ઑક્ટોબર 2014

જેફરી ઍપસ્ટીને હરદીપસિંહ પુરીને એક ઇમેલમાં લખ્યું, “હરદીપ, મારે એક મદદ જોઈએ છે. મારી સહાયકને ભારતમાં એક લગ્નમાં સામેલ થવા માટે તરત વીઝા જોઈએ છે. શું દૂતાવાસમાં એવા કોઈ વ્યક્તિ છે જેની સાથે તે વાત કરી શકે?”

તેના જવાબમાં હરદીપસિંહ પુરીએ 24 ઑક્ટોબરે જ એક ઇમેલમાં સેવાનિવૃત્ત રાજદૂત પ્રમોદ બજાજને લખ્યું, “પ્રમોદ, જો તમે આને પ્રાથમિકતાના ધોરણે કરાવી શકો તો હું આભારી રહીશ. હું અરજીકર્તાને વિનંતી કરીશ કે તેઓ તમારો સીધો સંપર્ક કરે.”

“જેફરી, રાજદૂત બજાજ, જેઓ હવે મારી સાથે કામ કરે છે, તેની વ્યવસ્થા કરશે.”

“પ્રમોદ, જો તમે તેમને વિનંતી કરવા ઇચ્છો, તો ન્યૂ યૉર્કમાં રહેતા સંજીવને પણ આમાં (ઇમેલમાં) કૉપી કરવામાં આવ્યા છે.”

24 ઑક્ટોબરે જ પ્રમોદ બજાજે જેફરી એપસ્ટીનને એક ઇમેલ લખ્યો. તેમાં તેમણે ઍપસ્ટીને હરદીપ પુરીને લખેલા ઇમેલનો ઉલ્લેખ કરીને કહ્યું, “અમને વીઝાસંબંધી તમારી મદદ કરવામાં ખૂબ આનંદ થશે.”

ત્યાર પછી પ્રમોદ બજાજે લખ્યું કે આજકાલ “વીઝા પ્રક્રિયા ઑનલાઇન થાય છે” અને ઑનલાઇન અરજી કર્યા પછી “વીઝા અરજીની હાર્ડ કૉપી આઉટસોર્સિંગ કંપનીની ઑફિસમાં જમા કરવી પડશે.”

પ્રમોદ બજાજે છેલ્લે લખ્યું, “જેવી આ પ્રક્રિયા પૂરી થઈ જાય, મહેરબાની કરીને અમને જાણ કરજો. અમે આગળની પ્રક્રિયામાં તમારી મદદ કરીશું.”

“જો તમારા સહકર્મીને બીજી કોઈ જાણકારી કે મદદની જરૂર હોય, તો મહેરબાની કરીને સહેજે સંકોચ રાખ્યા વગર અમારો સંપર્ક કરજો.”

ડિજિટલ ઇન્ડિયા

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

24 ડિસેમ્બર 2014

હરદીપસિંહ પુરીએ જેફરી ઍપસ્ટીનને એક ઇમેલ લખ્યો. તેમાં તેમણે ‘ઍક્ઝોટિક આયલૅન્ડ’ કે ‘અનોખા ટાપુ’નો ઉલ્લેખ કર્યો.

પુરીએ લખ્યું, “જ્યારે તમે તમારા ‘ઍક્ઝોટિક આયલૅન્ડ’માં પાછા આવી જાઓ, ત્યારે મહેરબાની કરીને મને જણાવજો. હું તમને મળીને થોડીક વાતચીત કરવા માગું છું. સાથે જ, તમને ભારતમાં રસ જગાડે તેવાં કેટલાંક પુસ્તકો પણ આપવા માગું છું.”

તેના જવાબમાં એ જ દિવસે ઍપસ્ટીને લખ્યું, “હું તો તમને લખી જ રહ્યો હતો – કમાલ છે! મેં રીડ સાથે વાત કરી.”

જવાબમાં હરદીપસિંહ પુરીએ લખ્યું, “હકીકતમાં, આ તો ટેલીપથી જ છે. જ્યારે તમે પાછા આવી જાઓ, ત્યારે મને જરૂર જણાવજો. અને મજા કરો – આમ પણ, તેના માટે તમારે કોઈ બીજાના ઉત્સાહવર્ધનની જરૂર નથી પડતી!”

ડિજિટલ ઇન્ડિયાનો ઉલ્લેખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં 1 જુલાઈ 2015એ ‘ડિજિટલ ઇન્ડિયા’ને લૉન્ચ કરવામાં આવ્યું હતું.

પરંતુ તેનાથી લગભગ સાડા સાત મહિના પહેલાં, 13 નવેમ્બર 2014એ હરદીપસિંહ પુરીએ જેફરી ઍપસ્ટીનને એક ઇમેલ લખ્યો તેમાં તેનો ઉલ્લેખ મળે છે.

હરદીપસિંહ પુરીએ લખ્યું, “જેફ, મેં તમને 3 ઑક્ટોબરે સિલિકૉન વૅલીમાં રીડ સાથે થયેલી મારી વાતચીત વિશે જણાવ્યું હતું.”

“તમારો પ્રતિસાદ હતો કે રીડે શક્ય એટલી જલદી ભારતનો પ્રવાસ કરવો જોઈએ.”

“ઑક્ટોબરના મધ્યમાં ભારત પાછા ફર્યા પછી હું પહેલાં કરતાં ઘણો આશ્વસ્ત છું કે આજે ભારતમાં ઇન્ટરનેટ આધારિત આર્થિક પ્રવૃત્તિઓ માટે શાનદાર તક છે.”

હરદીપસિંહ પુરીએ આ ઇમેલમાં આગળ લખ્યું, “ઉદાહરણ તરીકે જાપાની દૂરસંચાર અને ઇન્ટરનેટ દિગ્ગજ સૉફ્ટ બૅન્કે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેણે આગામી 10 વર્ષમાં ભારતીય ઇ-કૉમર્સ ક્ષેત્રમાં 10 અબજ અમેરિકન ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે.”

“ભારતીય કંપની સ્નૅપડીલ 600 મિલિયન અમેરિકન ડૉલરનું ફંડિંગ પ્રાપ્ત કરનારી પહેલી કંપની છે.”

“મજબૂત જનાદેશની સાથે ચૂંટાયેલી નવી સરકાર આવવાથી બજારમાં હલચલ ઘણી વધી ગઈ છે.”

“તે ‘ડિજિટલ ઇન્ડિયા’ પર વિશેષ ફોકસ સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે.”

રાજકીય વર્તૂળોમાં એ સવાલ પણ ઉઠાવાઈ રહ્યો છે કે જ્યારે ડિજિટલ ઇન્ડિયા લૉન્ચ જ 2015માં થયું, તો હરદીપસિંહ પુરી નવેમ્બર 2014માં જ ઍપસ્ટીન સાથે તેની ચર્ચા કઈ રીતે કરતા હતા?

ચેતવણી: આ ઇમેલ સંવાદમાં આગળ વંશીય ટિપ્પણી છે

25 ડિસેમ્બર 2015એ એપસ્ટીને હરદીપસિંહ પુરીનો એક ઇમેલ નૉર્વેના રાજદ્વારી ટેર્જે રોડ-લાર્સનને મોકલ્યો.

આ ઇમેલના નીચેના ભાગમાં પુરીએ ઍપસ્ટીન પાસે ‘કૉફી માટે સમય’ માગ્યો હતો.

રોડ-લાર્સનને ફૉરવર્ડ કરાયેલા આ ઇમેલમાં ઍપસ્ટીને લખ્યું, “ટૂ-ફેસ્ડ” (બે મોઢાળો).

રોડ-લાર્સને જવાબ આપ્યો, “શું તમે એ કહેવત સાંભળી છે: જ્યારે તમે એક ભારતીય અને એક સાપને મળો, ત્યારે પહેલાં ભારતીયને મારી નાખો!”

ઍપસ્ટીને જવાબ આપ્યો, “સવાલ એ છે કે તમે બંને વચ્ચે ફરક કઈ રીતે કરશો.”

વિપક્ષે આ વાતચીત પર કયા સવાલ કર્યા?

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસે એપસ્ટીન ફાઇલ્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ આવ્યા પછી સરકાર પરના હુમલા વધારી દીધા છે.

પાર્ટીએ આને એક ગંભીર મુદ્દો ગણાવતાં મંત્રી પાસેથી ઉત્તરદાયિત્વની માગ કરી છે અને અનેક સવાલો ઊભા કર્યા છે.

કૉંગ્રેસે સૌથી પહેલાં માગ કરી કે હરદીપસિંહ પુરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

પાર્ટીનું કહેવું છે કે જ્યારે કોઈ કેન્દ્રીય મંત્રીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે આપરાધિક તપાસ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં આવે, ત્યારે તેમણે નૈતિક રીતે પદ પર ન રહેવું જોઈએ.

કૉંગ્રેસે હરદીપસિંહ પુરીના ઇમેલ સાથે સંકળાયેલા આ છ સવાલ કર્યા છે–

1. ઍપસ્ટીનને રીડની સાથે હરદીપની મુલાકાત વિશે પહેલાંથી કઈ રીતે જાણ થઈ ગઈ?

2. શું ઍપસ્ટીન જ એ ‘કૉન્ટેક્ટ’ હતો જેણે રીડ હૉફમૅન સાથે મુલાકાત કરાવી હતી?

3. હરદીપ તેમની સાથે મુલાકાતની માહિતીની ચર્ચા કેમ કરતા હતા?

4. ઍપસ્ટીનને ‘મિત્ર’ કહીને શા માટે સંબોધવામાં આવ્યા?

5. ઍપસ્ટીન હરદીપ માટે શું ‘કરાવી’ રહ્યા હતા?

6. જો તેમનો સંબંધ માત્ર સંયોગવશ કે સપાટી પરનો હતો, તો હરદીપ ઍપસ્ટીન પાસે ‘સલાહ’ શા માટે માગી રહ્યા હતા?

આ દરમિયાન, કૉંગ્રેસ નેતા પવન ખેડાએ મંગળવારે દાવો કર્યો કે વર્ષ 2014થી 2017ની વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને જાતીય શોષણના ગુનેગાર જેફરી ઍપસ્ટીન વચ્ચે 62 વખત ઇમેલની આપ-લે થઈ.

કૉંગ્રેસે ફરી એક વખત હરદીપસિંહ પુરીના રાજીનામાની માગણી કરી છે.

હરદીપ પુરીએ પોતાના બચાવમાં શું-શું કહ્યું?

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

આ મામલામાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ 11 ફેબ્રુઆરી એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.

તેમાં હરદીપસિંહ પુરીએ કહ્યું, “ઍપસ્ટીન સાથે સંકળાયેલો કેસ ખોટાં કામ અને અપરાધો સાથે સંકળાયેલો છે.”

“ઍપસ્ટીનના કેસમાં આરોપ છે કે તેમની પાસે એક ટાપુ હતો. ત્યાં તેઓ લોકોને જાતીય પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે લઈ જતા હતા.”

“તેના પર બાળ જાતીયશોષણનો પણ આરોપ છે. તેના પીડિત પણ છે.”

“એ પીડિતોએ કેસ દાખલ કરાવ્યા છે. મારો તેની સાથે કશો સંબંધ નથી.”

તેમણે કહ્યું, “ઍપસ્ટીન સાથે સંકળાયેલી 30 લાખ ફાઇલ્સ રિલીઝ થઈ છે અને હું ન્યૂ યૉર્કમાં 8 વર્ષ રહ્યો.”

“અમે મે 2009થી એ સમય વિશે વાત કરતા હતા જ્યારે હું ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો રાજદૂત બન્યો અને 2017માં મંત્રી બન્યો. આ 8 વર્ષોમાં શક્ય છે કે ત્રણ કે ચાર બેઠકો માટે મળ્યા છીએ.”

હરદીપસિંહ પુરીએ કહ્યું, “ગયા વર્ષે નવેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી મારી પાસે આવ્યા અને કહ્યું કે ‘કેટલાંક નામ રસપ્રદ જગ્યાએ આવ્યાં છે’. ત્યાર પછી મેં યુવાનેતા રાહુલ ગાંધીને જણાવવાનો નિર્ણય કર્યો અને મેં કહ્યું કે તેમને એક નોટ મોકલીશ.”

તેમણે કહ્યું, “એ નોટમાં મેં લખ્યું કે અમેરિકામાં ભારતીય રાજદૂતના પદ પરથી રિટાયર થયાના થોડા મહિના પછી મને ઇન્ટરનૅશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (આઇપીઆઇ)માં આમંત્રિત કરાયો હતો.”

“આઇસીએમ (ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઑન મલ્ટિલૅટરલિઝમ)માં હું સેક્રેટરી જનરલ હતો. તેના અધ્યક્ષ ઑસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન હતા.”

“આઇસીએમ આઇપીઆઇનો પ્રોજેક્ટ હતો. આઇપીઆઇમાં મારા બૉસ ટેર્જે રોડ-લાર્સન એ કુખ્યાત વ્યક્તિ ઍપસ્ટીનને ઓળખતા હતા.”

“આઇપીઆઇ અને આઇસીએમના ડેલિગેટ તરીકે હું એપસ્ટીનને કેટલાક પ્રસંગોએ મળ્યો.”

“હું ત્રણ કે વધીને ચાર વખત તેમને મળ્યો. આઇસીએમ આંતરરાષ્ટ્રીય બાબતો સંભાળતું હતું અને ઍપસ્ટીન તેનો ભાગ નહોતા.”

ઍપ્સ્ટીન, અમેરિકા, મોદી સરકાર હરદિપસિંહ પુરી મોદી સરકાર દિલ્હી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

શા માટે એક સજા થયેલા દોષિતના સંપર્કમાં હતા?

એ સવાલના જવાબમાં હરદીપસિંહ પુરીએ કહ્યું, “તે ન્યૂ યૉર્ક સમાજના એક ખૂબ મહત્ત્વના સભ્ય હતા. તેમની સાથે જોડાયેલા અડધા લોકોને તેમના ભૂતકાળ વિશે સહેજ પણ ખબર નહોતી.”

“પરંતુ અહીં મુદ્દો એ નથી. અમારા જેવા લોકોએ પોતાના જીવનમાં જાતભાતના લોકોને મળવું પડે છે.”

હરદીપસિંહ પુરીએ પોતાના બચાવમાં કહ્યું, “કોલંબોમાં હું એક યુવા પ્રથમ સચિવ હતો અને મને વેલુપિલ્લઈ પ્રભાકરન નામના વ્યક્તિ સાથે વાતચીત કરવા મોકલવામાં આવ્યો હતો, જે એલટીટીઇ (લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ)નો પ્રમુખ હતો.”

“માત્ર એટલા માટે કે હું પ્રભાકરન સાથે વાતચીત કરતો હતો… જે એલટીટીઇનો પ્રમુખ હતો અને જેના પર પછીથી આપણા વડા પ્રધાનની હત્યા માટે જવાબદાર હોવાનો આરોપ થયો…”

“માત્ર એટલા માટે કે હું એક આતંકવાદી સાથે વાત કરી રહ્યો છું… શું તેનો અર્થ એ છે કે હું પણ એ આતંકવાદી જેવાં મૂલ્યો ધરાવું છું?”

હરદીપસિંહ પુરીએ કહ્યું, “આઠ વર્ષોમાં, માત્ર બે સંદર્ભ છે – કે એક ઇમેલ; મારા સંપર્કોએ મારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવી જેનું નામ રીડ હૉફમૅન હતું.”

“રીડ હૉફમૅન લિંક્ડઇનના સંસ્થાપક હતા. તો હું લિંક્ડઇનના રીડ હૉફમૅનને મળ્યો અને બેઠક પછી મેં એક સંદેશ મોકલ્યો.”

રીડ હૉફમૅન સાથે જોડાયેલા પ્રકરણ બાબતમાં પુરીએ કહ્યું, “નવેમ્બર 2014માં હું એક સામાન્ય નાગરિક હતો. કોઈએ કહ્યું કે તેઓ ભારતને સમજવા માગે છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના વેસ્ટ કોસ્ટ પર અમારી મુલાકાત રીડ હૉફમૅન સાથે થાય છે, જેઓ લિંક્ડઇનના સંસ્થાપક છે, અને હું મારા ઇમેલની શરૂઆત એ વાત સાથે કરું છું કે હવે હું પહેલાં કરતાં ઘણો વધારે આશ્વસ્ત છું કે આજનું ભારત એક સારી તક આપે છે અને રીડ હૉફમૅને ભારત આવીને એ પરિવર્તનોને જોવાં જોઈએ જે થઈ રહ્યાં છે.”

“હું નવેમ્બર 2014માં ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યો છું. જો મારી યાદદાસ્ત સારી છે તો એ પરિયોજનાઓ 2015માં શરૂ થઈ હતી.”

“તો ત્યાં હું એક સ્વપ્નદૃષ્ટા સામાન્ય નાગરિક હતો જે એ સમજતો હતો કે મોદી સરકાર કયા પ્રકારનું કામ કરવા જઈ રહી છે.”

ઍપસ્ટીનની સહયોગી માટે વીઝા અપાવવામાં મદદ કરવાના કેસમાં હરદીપ પુરીએ કહ્યું, “જે વીઝાની રિક્વેસ્ટ આવી તેનો મેં જવાબ ન આપ્યો.”

“મેં તેને મારા એક સહકર્મીને મોકલી દીધી… જે તેણે એક એવા વ્યક્તિને મોકલી દીધી જેણે કહ્યું કે ઑનલાઇન અરજી કરો. શું આ કોઈના પર અહેસાન કરવું છે?”

તેમણે કહ્યું, “ઍપસ્ટીને મારા વિશે લખ્યું ટૂ-ફેસ્ડ (બે મોઢાળો). ‘ટૂ-ફેસ્ડ’નો શો અર્થ છે – કે આ માણસ બરાબર નથી. તેમની વૅલ્યૂ સિસ્ટમમાં હું બિલકુલ યોગ્ય નહોતો.”

સાથે જ, કેન્દ્રીય મંત્રીએ ‘ભારતીય અને સાપ’ વાળી વાતનો ઉલ્લેખ કરતાં એ દર્શાવવાની કોશિશ પણ કરી કે તેમને એપસ્ટીન સાથે નિકટ સંબંધ નહોતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS