Home તાજા સમાચાર gujrati અલ નીનો પૃથ્વી પર કેવો હાહાકાર મચાવશે, મોસમ વૈજ્ઞાનિકોએ કઈ ચેતવણી આપી?

અલ નીનો પૃથ્વી પર કેવો હાહાકાર મચાવશે, મોસમ વૈજ્ઞાનિકોએ કઈ ચેતવણી આપી?

43
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, આબોહવા પરિવર્તન, કુદરત, પાણી, હવામાન, તાપમાન ઉનાળો ગરમી ક્લાઇમેટ ચેન્જ ઠંડી વરસાદ ચોમાસું ગુજરાત ભારત વિશ્વ

ઇમેજ સ્રોત, Getty Images

વર્તમાન સમયમાં પૃથ્વીની આબોહવા અત્યાર સુધીના નોંધાયેલા ઈતિહાસમાં સૌથી વધુ અસંતુલિત હોવાની ચેતવણી યુનાઇટેડ નૅશન્સ (યુએન)ની હવામાન એજન્સીએ આપી છે.

વર્લ્ડ મિટીયૉરૉલૉજીકલ ઑર્ગેનાઇઝેશન કહે છે કે, કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનને કારણે આપણો ગ્રહ મુક્ત કરી શકે, તેના કરતાં વધુ ગરમ ઊર્જા મેળવી રહ્યો છે.

“ઊર્જા અસંતુલનના” આ વિક્રમી સ્તરને કારણે ગયા વર્ષે મહાસાગરનું તાપમાન નવી સપાટી પર પહોંચ્યું હતું અને પૃથ્વીનાં બરફનાં શિખરો ઓગળવાનું ચાલુ રહ્યું હતું.

વળી, અલ નીનો તરીકે ઓળખાતો કુદરતી ગરમીનો તબક્કો (જે આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ થવાની અપેક્ષા છે) ગરમીના નવા રેકૉર્ડ સર્જી શકે છે, તેવી આશંકા વિજ્ઞાનીઓએ વ્યક્ત કરી છે.

અહેવાલના પ્રતિભાવમાં યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવાની સુરક્ષા, ઊર્જા સુરક્ષા તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશોને અશ્મિગત ઈંધણ છોડીને પુનઃ પ્રાપ્ય ઊર્જા તરફ વળવાનો ફરી એક વખત અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત, એક વીડિયો સંબોધનમાં ચેતવણીના સૂરમાં કહ્યું હતું, “પૃથ્વીના ગ્રહને તેની મર્યાદાની બહાર ધકેલવામાં આવી રહ્યો છે. ક્લાઇમેટનો દરેક ચાવીરૂપ સૂચકાંક હવે લાલ બત્તી બતાવી રહ્યો છે.”

છેલ્લાં 11 વર્ષ 1850થી લઈને અત્યાર સુધીના રેકૉર્ડમાં પૃથ્વીનાં સૌથી ગરમ 11 વર્ષો રહ્યાં હોવાનું વર્લ્ડ મિટીયૉરૉલૉજીકલ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએમઓ)એ જણાવ્યું છે.

2025માં, સરેરાશ વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા કરતાં લગભગ 1.43 સેન્ટિગ્રેડ જેટલું ઊંચું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પૂર્વ-ઔદ્યોગિક સમયગાળો એ માનવીએ અશ્મિગત ઈંધણને વ્યાપક પ્રમાણમાં બાળવાનું શરૂ કર્યું, તે પહેલાંનો સમય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, આબોહવા પરિવર્તન, કુદરત, પાણી, હવામાન, તાપમાન ઉનાળો ગરમી ક્લાઇમેટ ચેન્જ ઠંડી વરસાદ ચોમાસું ગુજરાત ભારત વિશ્વ

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ, આ રેકૉર્ડ શરૂ થયો, તે પછીનાં ત્રણ સૌથી ગરમ વર્ષોમાં ગયા વર્ષનો સમાવેશ થાય છે. ઘણા વિજ્ઞાનીઓ તાપમાન વ્યાપક સ્તર પર લાંબા ગાળાની ધારણાઓની સીમામાં હોવાનું કહેતા હોવા છતાં તેઓ હવે માની રહ્યા છે કે, ગરમી વધી રહી છે.

અને ડબલ્યૂએમઓ એ દર્શાવતા પુરાવા તરફ નિર્દેશ કરે છે કે, આબોહવા આપણે પહેલાં કદીયે નહોતી જોઈ, તે ઝડપથી બદલાઈ રહી છે.

કદાચ, પૃથ્વી દ્વારા શોષી લેવામાં આવતી વધારાની ગરમ ઊર્જાનું પ્રમાણ તેનો સૌથી વ્યાપક માપદંડ છે.

ડબલ્યૂએમઓ જણાવે છે કે, ઊર્જાનું આ અસંતુલન અંતમાં ક્લાઇમેટ ચેન્જ તરફ દોરે છે અને ગયા વર્ષે તે નવી ટોચ પર પહોંચ્યું હતું.

બંને ધ્રુવો પરની બરફનું પ્રમાણ તેના ન્યૂનતમ સ્તરે હોવાનું કહેવાય છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, આબોહવા પરિવર્તન, કુદરત, પાણી, હવામાન, તાપમાન ઉનાળો ગરમી ક્લાઇમેટ ચેન્જ ઠંડી વરસાદ ચોમાસું ગુજરાત ભારત વિશ્વ

ઇમેજ સ્રોત, Getty Images

આ વાયુઓ દ્વારા રોકવામાં આવતી વધારાની ઊર્જા વાતાવરણ તેમજ જમીનને ગરમ કરે છે. વળી, તેના કારણે પૃથ્વીનો બરફ પણ ઓગળે છે.

પ્રોવિઝનલ ડેટા પ્રમાણે, વિશ્વનાં ગ્લેશિયર્સે અત્યાર સુધીના નોંધાયેલા ઈતિહાસમાં તેનાં જે પાંચ સૌથી વરવાં વર્ષો જોયાં, તેમાં 2024-25નું વર્ષ સામેલ છે. બીજી તરફ, બંને ધ્રુવો પર સમુદ્રી બરફ 2025ના લગભગ સમગ્ર વર્ષ દરમિયાન વિક્રમી નીચા સ્તરે નોંધાયો હતો.

પરંતુ, પૃથ્વીની 90 ટકા કરતાં વધુ વધારાની ઊર્જા મહાસાગરોને ગરમ કરે છે. પરિણામસ્વરૂપે, દરિયાઈ જીવ સૃષ્ટિ પર તેની વિપરિત અસર પડે છે, વધુ તીવ્ર વાવાઝોડાં ફૂંકાય છે અને સમુદ્રની સપાટી વધે છે.

ડબલ્યૂએમઓના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સમુદ્રના ઉપરના બે કિલોમીટર (1.2 માઇલ)ના ભાગમાં સંગ્રહ થયેલી ગરમી ગયા વર્ષે નવી ઊંચાઈએ પહોંચી હતી. છેલ્લા બે દસકા દરમિયાન, સમુદ્ર ગત 20મી સદીના અંત ભાગની સરખામણીમાં બેવડી ઝડપથી ગરમ થઈ રહ્યો છે.

ડબલ્યૂએમઓના સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોના જણાવ્યા પ્રમાણે, “માનવીય પ્રવૃત્તિઓ કુદરતી સંતુલનમાં વધુને વધુ વિક્ષેપ ઊભો કરી રહી છે અને આપણે સેંકડો તથા હજ્જારો વર્ષો સુધી તેનાં દુષ્પરિણામો સાથે જીવવું પડશે.”

આ અહેવાલ વર્તમાન સમયના વધી રહેલા તાપમાનની અસરો તરફ નિર્દેશ કરે છે. આ વધી રહેલું તાપમાન ઘણા પ્રકારની વિષમ આબોહવાને વેગ આપવામાં મદદ કરી રહ્યું છે, તેમજ ડેન્ગ્યૂ જેવી બિમારીઓના પ્રસાર માટે સહાયક બની રહ્યું છે.

વર્લ્ડ વેધર ઍટ્રિબ્યુશન ગ્રૂપ ખાતેના વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલા ઝડપી વિશ્લેષણ પરથી માલૂમ પડ્યું હતું કે, માનવ પ્રેરિત ક્લાઇમેટ ચેન્જ વિના ગરમીની તીવ્રતા આ હદે વધી જવી લગભગ અશક્ય હતી.

તે ઉપરાંત સંશોધકો પ્રશાંત મહાસાગર પર પણ ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે, લાંબા ગાળાની આગાહીઓ સૂચવે છે કે, ગરમી વધારી દેતો અલ નીનો તબક્કો 2026ના ઉત્તરાર્ધમાં ફરી શરૂ થઈ શકે છે.

માનવ પ્રેરિત ગરમીના પ્રવાહની પૃષ્ઠભૂમિમાં અલ નીનો 2027માં તાપમાનને નવી ઊંચાઈએ પહોંચાડે, તેવી શક્યતા વર્તાઈ રહી છે.

ડબલ્યૂએમઓના ડૉક્ટર જ્હોન કૅનેડીના જણાવ્યા અનુસાર, “જો આપણે ફરી વખત અલ નીનો તરફ વળીશું, તો ફરીથી વૈશ્વિક તાપમાનમાં વધારો થશે અને તાપમાન સંભવતઃ નવા વિક્રમો સ્થાપિત કરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS