Home તાજા સમાચાર gujrati અમેરિકાનો દાવો, ઈરાનમાં એફ-15 ફાઇટર પ્લેનના ગુમ થયેલા ઑફિસરને શોધી કઢાયા

અમેરિકાનો દાવો, ઈરાનમાં એફ-15 ફાઇટર પ્લેનના ગુમ થયેલા ઑફિસરને શોધી કઢાયા

31
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા,

ઇમેજ સ્રોત, CHRIS RADBURN/AFP via Getty Images

5 એપ્રિલ 2026, 10:15 IST

અપડેટેડ એક મિનિટ પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાએ દાવો કર્યો છે કે એફ-15 ઈગલ વિમાન તોડી પડાયા બાદ ઈરાનમાં ગુમ થયેલા સૈન્ય ઑફિસર મળી ગયા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.

અમેરિકાના ઑફિસર કેવી રીતે મળ્યા, એ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ આ ઑપરેશનને નિકટથી જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે દક્ષિણ ઈરાનમાં એક “ખૂબ મોટું” રૅસ્ક્યૂ ઑપરેશન ચલાવાયું હતું.

બીબીસી સમજે છે કે બચાવ દરમિયાન અમેરિકન અને ઈરાની સૈન્યો વચ્ચે ઘર્ષણ થયું હતું, એવું પણ મનાઈ રહ્યું છે કે પાઇલટ વિમાનમાંથી બહાર નીકળતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું જણાવ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “અમેરિક મિલિટરીના ઇતિહાસમાં સૌથી સાહસિક શોધખોળ અને બચાવ કાર્યવાહીમાંથી એકને અંજામ અપાયો છે. આ અમારા શાનદાર ક્રૂ મેમ્બર ઑફિસર માટે ચલાવાઈ હતી, જે એક અત્યંત સન્માનિત કર્નલ પણ છે. મને ખુશી છે કે હવે તેઓ સુરક્ષિત છે.”

“આ બહાદુર યોદ્ધા ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનો વચ્ચે ફસાયેલા હતા. ઈરાની ફોજને એ દર કલાકે પોતાની નિકટ આવતા જોઈ રહ્યાહતા. પરંતુ એ ક્યારેય એકલા નહોતા, કારણ કે તેના કમાન્ડર ઇન ચીફ, સેક્રેટરી ઑફ વૉર, જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ અને સાથી સૈનિકો તેની લોકેશન પર 24 કલાક નજર રાખી રહ્યા હતા અને બચાવની યોજના બનાવી રહ્યા હતા.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા,

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images

ટ્રમ્પે લખ્યું, “મારા આદેશ પર તેમને પાછા લાવવા માટે અમેરિકન સૈન્યે ડઝનો વિમાન મોકલ્યાં, જે વિશ્વનાં સૌથી ઘાતક હથિયારોથી સજ્જ હતાં. એ ઈજાગ્રસ્ત છે, પરંતુ એ ઠીક થઈ જશે. આ બચાવ અભિયાન એ સફળ ઑપરેશન બાદ થયું, જે અમે ગઈ કાલે કર્યું હતું, પરંતુ તેને જાહેર નહોતું કર્યું, જેથી બીજા ઑફિસર માટે ખતરો પેદા ન થઈ જાય.”

તેમણે કહ્યું, “આવું પહેલી વાર બન્યું છે કે બે અમેરિકન પાઇલટોને અલગ અલગ સ્થળેથી દુશ્મનના ઇલાકામાંથી બચાવાયા છે. અમે ક્યારેય કોઈ અમેરિકન સૈનિકને પાછળ નહીં મૂકીએ. બંને અભિયાનોમાં કોઈ અમેરિકન સૈનિકનું ના તો મૃત્યુ થયું અને ન કોઈ ઘાયલ થયું. આ વાત સાબિત કરી છે કે અમે ઈરાની આકાશ પર સંપૂર્ણપણે હવાઈ કંટ્રોલ હાંસલ કરી લીધો છે.”

જ્યારે અમેરિકાને બંધકોને છોડાવવા માટે કરવા પડ્યાં હતાં સમાધાન

એવું મનાઈ રહ્યું કે જો ગુમ ઑફિસર ઈરાનના હાથમાં આવી જાત તો યુદ્ધ પર તેની મોટી અસર પડી હોત.

આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષ 1979માં ઈરાને અમેરિકન રાજદ્વારીઓને 444 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

ત્યારે અમેરિકાએ બંધકોને છોડવવાના બદલામાં ઈરાન પરથી કેટલાક પ્રતિબંધ હઠાવ્યા અને આઠ અબજ ડૉલરની ઈરાની સંપત્તિને અનફ્રીઝ કરી હતી.

વર્ષ 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારે પણ પોતાના એક સૈનિકને બચાવવા માટે સમાધાન કર્યું હતું.

અમેરિકાએ ત્યારે પોતાના સૈનિક બોવે બર્ગડાહલને છોડાવવા માટે પાંચ તાલિબાન કેદીઓને છોડી મૂક્યા હતા. બર્ડાલને તાલિબાને 2009માં અફઘાનિસ્તાનમાં પકડી લીધા હતા.

એફ-15 વિમાન તોડી પડાયાની વાતને અમેરિકા માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ઈરાનની હવાઈ સુરક્ષા એટલી કમજોર પડી ચૂકી છે કે અમેરિકન વિમાનો વિરુદ્ધ એ કંઈ નથી કરી શકતું.

અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ દાવો કર્યો હતો અમેરિકાએ ઈરાન પર ‘હવાઈ સરસાઈ’ હાંસલ કરી લીધી છે.

પરંતુ શુક્રવારે તોડી પડાયેલા એફ-15 ઈગલ વિમાનથી સ્પષ્ટ છે કે ઈરાન હજુ પણ પોતાની હવાઈ સીમાનું રક્ષણ કરવામાં સક્ષમ છે, ભલે એ સીમિત સ્તરે કેમ ન હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS